કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

20-11-18 | મંગળવાર

અંતરિક્ષમાં ભારતનું વધુ એક ડગ, GSAT-6A સેટેલાઈટ લોન્ચ

દેશ

અંતરિક્ષમાં ભારતનું વધુ એક ડગ, GSAT-6A સેટેલાઈટ લોન્ચ

અંતરિક્ષમાં ભારતનું વધુ એક ડગ, GSAT-6A સેટેલાઈટ લોન્ચ

2018-03-29 18:09:20

આ સેટેલાઈટ 10 વર્ષ કામ કરશે. જેને જીયોસિંક્રોન્સ લોન્ચ વ્હીકલ (GSLV F-08)થી મોકલવામાં આવશે.

શ્રી હરિકોટાઃ ISRO દ્વારા સંચાર ઉપગ્રહ G SAT 6Aને અંતરિક્ષમાં લોન્ચ કરાયો છે. ISROએ GSLV-F08 મિશન અંતર્ગત આ સેટેલાઈટને શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્ર પરથી લોન્ચ કર્યો છે. આ ઉપગ્રહ મલ્ટી બીમ કવરેજ સુવિધાથી ભારતને મોબાઈલ સંચાર ઉપલબ્ધ કરાવશે. લોન્ચ માટેનું કાઉન્ટડાઉન બુધવારથી જ શરૂ થઈ ગયું હતું અને ગુરૂવારે સાંજે 4-56 કલાકે લોન્ચ કરાયું હતું. 2000 કિલો વજનના આ સેટેલાઈટને બનાવવા માટે લગભગ 270 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. GSAT-6A કેવું છે? - 270 કરોડ રૂપિયાનો ખર્ચ - 21.40 ક્વિન્ટલ વજન - 17 મિનિટમાં કક્ષામાં પહોંચ્શે - 1.53X1.56X2.4 સાઈઝ GSAT-6Aની ખાસિયત? - I-2K બસઃ જેને ઈસરો દ્વારા જ તૈયાર કરાયું છે. આ સેટેલાઈટને 319 વોટ પાવર આપે છે. - એન્ટિનાઃ છ મીટર વ્યાસવાળું. સેટેલાઈટમાં લાગતાં સામાન્ય એન્ટિનાથી ત્રણ ગણું પહોળું છે. - એસ બેન્ડઃ આ મોબાઈલની 4-જી સર્વિસ માટે ઉપયોગમાં લેવાય છે. આ હવામાનની જાણકારી આપતું રડાર, શિપ રડા કોમ્યુનિકેશન સેટેલાઈટમાં પણ ઉપયોગમાં લેવાય છે. શું કામ આવશે? - મોબાઈલ કોમ્યુનિકેશનમાં મદદ કરશે. જેને સેનાના ઉપયોગના હિસાબથી ડિઝાઈન કરવામાં આવ્યું છે. 2017-18માં થયાં 4 લોન્ચિંગ, એકને નિષ્ફળતા 1) 12 જાન્યુઆરી, 2018 સેટેલાઈટ- કાર્ટોસેટ-2 લોન્ચ વ્હીકલ- PSLV-C 40 2) 31 ઓગસ્ટ, 2017 સેટેલાઈટ- IRNSS-1 એચ લોન્ચ વ્હીકલ- PSLV- C 39 (નિષ્ફળ) 3) 29 જૂન, 2017 સેટેલાઈટ- GSAT-17 લોન્ચ વ્હીકલ- એરિયન-5 (ફ્રેંચ ગુયાનાથી) 4) 23 જૂન, 2017 સેટેલાઈટ- કાર્ટોસેટ-2 લોન્ચ વ્હીકલ- PSLV-C 38 24 વર્ષમાં 40 ઉડ્ડયન, માત્ર 2 વખત નિષ્ફળ રહ્યું PSLV પહેલી નિષ્ફળતા- 20 સપ્ટેમ્બ 1993, આ પહેલી જ ઉડાન હતી બીજી નિષ્ફળતા- 31 ઓગસ્ટ, 2017, આ 39મી ઉડાન હતી