વિવેકે માફી માગી, બચ્ચન પરિવાર કે સલમાન માફ કરશે? 
vevk_obroie,_salman_khan,_aeswerya_ray-370.jpg
May 22,2019 75

વિવેકે માફી માગી, બચ્ચન પરિવાર કે સલમાન માફ કરશે?

અમદાવાદ,

વિવેક ઓબેરોયે ઐશ્વર્યા રાય બચ્ચન, સલમાન ખાન અને અભિષેક બચ્ચનને દર્શાવતી એક્ઝિટ પોલ્સ વિશેની વિવાદાસ્પદ અને વાંધાજનક મીમને ડિલીટ કર્યું હતું. સાથે જ તેણે એને પોસ્ટ કરવા બદલ માફી માગી હતી. વિવેકે પહેલાં તો એમ જ જણાવ્યું હતું કે, આ મીમ વિશે તેને કશું જ વાંધાજનક લાગતું નથી. બાદમાં ચોમેરથી વિરોધ થતાં તેણે માફી માગતા લખ્યું હતું કે, ‘ક્યારેક વ્યક્તિને પહેલી નજરે જે ફની અને નુકસાનરહિત લાગે એ અન્ય લોકોને કદાચ એમ જ ન પણ લાગી શકે. બે હજારથી વધારે વંચિત પરિવારની ગર્લ્સને સશક્ત કરવા માટે મેં છેલ્લાં દસ વર્ષ ફાળવ્યા છે. હું ક્યારેય કોઈ પણ મહિલાનું અપમાન કરવાનો વિચાર સુદ્ધાં ન કરી શકું.’ સાથે તેણે લખ્યું હતું કે, ‘જો મીમને મેં આપેલા રિપ્લાયથી એક પણ મહિલાના દિલને ઠેસ પહોંચી હોય તો સુધારા માટે એક્શન લેવાની જરૂર છે. માફી માગું છું, ટ્વીટ ડિલીટ કરાયું છે.’

વિવેકે ચૂંટણીનાં પરિણામો અને ઐશ્વર્યાની પર્સનલ લાઇફ વચ્ચે સરખામણી કરી હતી. તેણે ઐશ્વર્યા સલમાન ખાન સાથે ડેટિંગ કરતી હતી એને ઓપિનિયન પોલ ગણાવ્યો, પરંતુ બાદમાં તે વિવેક ઓબેરોયની લાઇફમાં આવી હતી એને એક્ઝિટ પોલ તરીકે રજૂ કર્યું હતું. જોકે, આખરે તેણે અભિષેક બચ્ચનની સાથે મેરેજ કર્યા એને વિવેકે ‘રિઝલ્ટ’ તરીકે રજૂ કર્યું હતું.  2000માં સલમાન અને ઐશ્વર્યાના અફેરની ખૂબ ચર્ચા થઈ હતી. જોકે, 2002માં તેઓ અલગ થયા હતા. જેના પછી ઐશ્વર્યાએ વિવેકની સાથે ડેટિંગ શરૂ કર્યું હોવાનું કહેવામાં આવ્યું હતું. 2007માં ઐશ્વર્યાએ અભિષેક બચ્ચનની સાથે મેરેજ કર્યા હતા.

મીમ વિશે સોનમ કપૂરે લખ્યું હતું કે, ‘ધૃણાસ્પદ અને ક્લાસલેસ.’ જ્યારે એક્ટરમાંથી પોલિટિશિયન બનનારી ઉર્મિલા માતોંડકરે કહ્યું હતું કે, ‘ખૂબ જ ધૃણાસ્પદ અને આટલી અપમાનજનક પોસ્ટ મૂકવાથી વિવેક ઓબેરોયની અત્યંત નિમ્ન કક્ષાની માનસિકતા છતી થાય છે. જો તમારે એ લેડી અને તેની નાની દીકરીની માફી ન માગવી હોય તો ઓછામાં ઓછું એ પોસ્ટ હટાવવાની સભ્યતા તો રાખો.’ રાષ્ટ્રીય મહિલા પંચે પણ આ મીમને વખોડી કાઢીને વિવેકને જવાબ આપવા કહ્યું છે. 

ક્રિતી ખરબંદાએ પણ આ મીમની ટીકા કરતાં ઓનલાઇન લખ્યું હતું કે, ‘બિલકુલ બરાબર નથી. બિલકુલ જ નહીં.’વિવેકે આ મીમ માટે માફી માગી હોવા છતાં સોશિયલ મીડિયા યૂઝર્સ તેની ટીકા કરી રહ્યા છે. મંગળવારે એક યૂઝરે લખ્યું હતું કે, ‘બચ્ચન પરિવાર તને માફ કરી શકશે?’બીજા એક યૂઝરે લખ્યું હતું કે, ‘હવે તને સમજાયું કે, સલમાને તને શા માટે ફટકાર્યો હતો.’ અનેક લોકોએ એવો પણ સવાલ કર્યો હતો કે, તમારું નામ વિવેક શા માટે રાખવામાં આવ્યું છે? એક યૂઝરે વિવેકને વોર્નિંગના સૂરમાં લખ્યું હતું કે, ‘સલ્લુ ભાઈ નહીં માને, હવે તો તું મુશ્કેલીમાં મુકાઇશ. આ ફિલ્મ નથી કે જેનો એન્ડિંગ હેપ્પી જ આવશે.

Top