જમ્મુના કુલગામમાં એન્કાઉન્ટરમાં હિઝબુલના બે આતંકવાદી ઠાર 
2_terrist_killed-368.jpg
May 22,2019 32

જમ્મુના કુલગામમાં એન્કાઉન્ટરમાં હિઝબુલના બે આતંકવાદી ઠાર

શ્રીનગર,

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં લશ્કરે બુધવારે સવારે એન્કાઉન્ટર દરમિયાન હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકીઓને ઠાર કરી દીધા છે. લશ્કરને અહીં ગોપાલપોરા વિસ્તારમાં આતંકીવાદી છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ વહેલી સવારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. એક ઘરમાં છુપાયેલા આતંકવાદીઓએ જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ ઉપરાંત આતંકવાદીઓએ પુલવામામાં એક બેન્ક બહાર સીઆરપીએફની ચોકી પર ગ્રેનેડથી હુમલો કર્યો છે. જોકે તેમાં હાલ કોઈ જાનહાનીની માહિતી મળી નથી.

સ્થાનિક પોલીસના જણાવ્યા પ્રમાણે એક ઘરમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી મળી છે. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ હજુ થઇ નથી. કુલગામમાં સ્થાનિક મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લગાવાયો છે. છ દિવસ પહેલાં પુલવામામાં ત્રણ આતંકવાદીઓને ઠાર કરાયા હતા

ખીણમાંથી આતંકવાદીઓનો સપાટો કરવા લશ્કર દ્વારા સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. 16મી મેના રોજ પણ પુલવામાના દલિપોરા વિસ્તારમાં અથડામણ દરમિયાન ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. જો કે તેમાં સેનાના એક જવાન પણ શહીદ થયા હતા. 

 

Top