ઈસરોએ પૃથ્વી પર નજર રાખનારા ઉપગ્રહ ‘RISAT-2 B’નું સફળ પરિક્ષણ કર્યું 
RISAT-2B-separation-367.jpg
May 22,2019 28

ઈસરોએ પૃથ્વી પર નજર રાખનારા ઉપગ્રહ ‘RISAT-2 B’નું સફળ પરિક્ષણ કર્યું

ચેન્નાઈ,

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને (ઇસરો) શ્રીહરિકોટાથી પ્રક્ષેપણ યાન PSLV-C 26ની સાથે ભારતના દરેક વાતાવરણમાં રડાર ઈમેજિંગ પૃથ્વી પર નજર રાખવા માટે સક્ષમ તેવા ઉપગ્રહ ‘RISAT-2 B’નું બુધવારે સવારે 5.30 વાગ્યે સફળ પ્રક્ષેપણ કર્યું હતું. ઈસરોએ માહિતી આપી હતી કે PSLP 46એ RISAT-2 Bને પૃથ્વીની નીચલી કક્ષા (લો અર્થ ઓર્બિટ)માં સફળતાથી સ્થાપવા આવ્યું છે.

ઈસરો તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર PSLP-C46એ પોતાના 48માં મિશન પર સવારે સાડા પાંચ વાગ્યે અહીંથી 130 કિલોમીટરથી પણ દૂર આવેલા શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી છોડવામાં આવ્યું હતું.

આ ઉપગ્રહનું વજન 615 કિલોગ્રામ છે અને તેના પ્રક્ષેપણના લગભગ 15 મિનિટ બાદ પૃથ્વીની નિચલી કક્ષામાં છોડવામાં આવ્યો હતો. આ ઉપગ્રહ ગુપ્ત નજર રાખવા માટે, કૃષિ, વન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વગેરે જેવા ક્ષેત્રોમાં મદદરૂપ થશે.

Top