વલ્લભીપુરમાં ભાજપની બાઈક રેલીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા 

untitled_1604210062-3064.jpg
November 01,2020 94

વલ્લભીપુરમાં ભાજપની બાઈક રેલીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

ગઢડા 106 વિધાનસભા પેટાચૂંટણીમાં આજે પ્રચારનો છેલ્લો દિવસ છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ બંને પ્રચાર માટે એડીચોટનું જોર લગાવી રહ્યા છે. આજે સાંજે 6 વાગ્યે પ્રચાર પ્રસાર પડઘમ શાંત થઈ જશે. ત્યારે રાજકીય નેતાઓને કોરોનાના નિયમોનો ઊલાળિયો કરવાનો પરવાનો મળ્યો હોય તેવા દ્વશ્યો જોવા મળી રહ્યો છે. ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારના સમર્થનમાં ભાજપની બાઈક રેલી યોજાઈ હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સના અભાવ અને માસ્ક વગર કાર્યકરો નજરે પડ્યા હતા. વલ્લભીપુરમાં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારના સમર્થનમાં બાઇક રેલી યોજાઈ હતી. આ રેલીમાં 300 જેટલા બાઇક સવારો જોડાયા હતા. પોતાના ચૂંટણી પ્રચારમાં મસ્ત આ નેતા કોરોના મહામારીને ભૂલી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. કોરોનાના નિયમોના ઉલ્લંઘન સાથે ભાજપના કાર્યકરો પ્રચારમાં નિકળ્યાં હતા. જેમાં સોશિયલ ડિસ્ટન્સનો સંપૂર્ણ અભાવ જોવા મળ્યો હતો. અનેક લોકો બાઈક પર માસ્ક વગર નજરે પડયા હતા. આ ચૂંટણી પૂર્ણ થતાં સુધીમાં ફરી કોરોનાના કેસો ભાવનગર જિલ્લામાં ઘટ્યા છે તેમાં ભરપૂર વધારો થશે, ચૂંટણી પ્રચારના જોશમાં હોશ ખોઈ બેઠેલા આ નેતાને ચૂંટણી બાદ જો કોરોના વકર્યો તો તેની મોટી કિંમત ચૂકવવી પડે તો પણ નવાઈ નહીં તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે.

Top