ઘારી લેવા સુરતીઓએ લાઈન લગાવી, 6થી 8 કરોડની 80 ટન ઘારી અને 40 લાખના ભૂસાંના વેચાણની શક્યતા 

untitled_1604210926-3063.jpg
November 01,2020 142

ઘારી લેવા સુરતીઓએ લાઈન લગાવી, 6થી 8 કરોડની 80 ટન ઘારી અને 40 લાખના ભૂસાંના વેચાણની શક્યતા

કોરોનાના કારણે આ વખતે મોટાભાગના તહેવારોની ઉજવણી થઈ શકી નથી. ત્યારે ચંદી પડવાની ખરીદી પણ ઓછી થાય તેવી ચિંતા હતી. જોકે, શહેરના મોટા વિક્રેતાઓના મત પ્રમાણે ઘારીની ખરીદીને કોઈ ખાસ અસર થઈ નથી. દર વર્ષે છેલ્લાં 2થી 3 દિવસમાં લોકો ઘારી-ભૂસું ખરીદતાં હોય છે. તેની જગ્યાએ આ વખતે સાવચેતી રાખતાં એક અઠવાડિયા પૂર્વેથી જ ઘારીની ખરીદી શરૂ થઈ ચૂકી હતી. આજે સવારથી જ લોકોએ ઘારી લેવા ઉમટી પડ્યા છે. એક અંદાજ પ્રમાણે આજે સુરતીઓ 6થી 8 કરોડની 80 ટન ઘારી ઝાપટશે. આ સાથે 40 લાખના ભૂસાંના વેચાણનો પણ અંદાજ છે. ગત વર્ષે 6 કરોડથી વધુની ઘારીનું વેચાણ થયું હતું.  એકમાત્ર સુમુલ દ્વારા જ 70 ટન ઘારી બનાવવામાં આવી છે. જ્યારે ચોર્યાસી ડેરી સહિતના વિવિધ મોટા ઉત્પાદકો દ્વારા 2થી 3 ટન ઘારી બનાવીને તેનું વેચાણ કરવામાં આવ્યું છે. એક અંદાજ પ્રમાણે રવિવારે ચંદી પડવાના દિવસે 80,000 કિલોથી વધુની રૂ.6-8 કરોડની કિંમતની ઘારીઓ સુરતીઓ ઝાપટી જશે. વધુમાં રૂ.180થી 240 કિલોએ મળી રહેલા ભૂસુંની પણ ખરીદી યથાવત રહી છે. 1 અંદાજ પ્રમાણે સરેરાશ 1 કિલો ઘારી સાથે 250 ગ્રામ ભૂસું પણ લોકો ઝાપટશે.એટલે કે 40 લાખ રૂપિયાનું ભૂસું ખવાઈ જશે.રક્ષાબંધન, ગણેશ ચતુર્થી, નવરાત્રિ સહિતના વિવિધ તહેવારો આ વર્ષે કોરોનાના કારણે ઉજવી શકાયા નથી. આ વર્ષે સુરતના પોતિકા ગણતા તહેવાર ચંદી પડવાની પણ ઉજ‌વણી નિરસ રહે તેવી ચિંતા ખોટી સાબિત થઈ છે.

Top