સ્પાઇસ જેટ હવે બીજુ સી પ્લેન સુરતથી કેવડિયા સુધી શરૂ કરશે 

orig_27_1604183057-3062.jpg
November 01,2020 91

સ્પાઇસ જેટ હવે બીજુ સી પ્લેન સુરતથી કેવડિયા સુધી શરૂ કરશે

સ્પાઇસ જેટ એરલાઇન્સે દેશમાં પહેલી સી-પ્લેનની સેવા અમદાવાદથી કેવડિયા વચ્ચે શરૂ કરી છે અને હવે બીજી સી પ્લેનની સેવા સુરતથી કેવડિયા વચ્ચે શરૂ કરનારી છે. જોકે, સુરતમાં સી-પ્લેન તાપી નદીમાં નહીં પણ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે પર લેન્ડ થશે. એટલું જ નહીં, સ્પાઇસ જેટ એરલાઇન્સ સુરતથી કેવડિયા વચ્ચે એમ્ફિબિયસ એરક્રાફ્ટને ચલાવનારી છે. શનિવારે સ્પાઇસ જેટ એરલાઇન્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અજય સિંહે જાહેરાત કરી હતી કે, અમે પહેલી સી-પ્લેનની સેવા અમદાવાદથી કેવડિયા વચ્ચે શરૂ કરી છે અને હવે સુરતથી કેવડિયાને સી-પ્લેનથી જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. એમ્ફિબિયસ એરક્રાફ્ટ ઉપયોગમાં લેવાશે જે રનવે-પાણીમાં ઉતરી શકે છે. સ્પાઇસ જેટના પ્રવક્તા જણાવે છે કે, કેન્દ્ર સરકારની ઉડાન યોજના હેઠળ સુરતથી કેવડિયાથી સાબરમતીનો રૂટ અમને મળ્યો છે. જેમાં અમે ફર્સ્ટ ફેઝમાં સાબરમતીથી કેવડિયા વચ્ચે સી-પ્લેન શરૂ કરી છે અને હવે સુરતથી કેવડિયાની સેવા શરૂ કરનારા છે. જોકે, સુરતની તાપી નદીમાં કે એરપોર્ટ પર ફ્લાઇટ લેન્ડ કરવી તે મામલે ગુજસેલ એટલે કે ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના રિપોર્ટ બાદ કાર્યવાહી હાથ ધરાશે. એર ફેરની વાત કરીયે તો સેવા ઉડાન યોજના હેઠળ હોવાથી સાબરમતીથી કેવડિયાનું જે એરફેર છે તેજ એરફેરની આસપાસ હશે. અહીં વાત એવી છે કે, સાબરમતીથી કેવડિયાનું એરફેર રૂ.1500 આસપાસ છે.

Top