અમેરિકામાં 24 કલાકમાં એક લાખ નવા કેસ સામે આવ્યા, સ્પેનમાં લોકડાઉનના વિરોધમાં હિંસા ફાટી નીકળી 

11604195785_1604201437-3061.jpg
November 01,2020 253

અમેરિકામાં 24 કલાકમાં એક લાખ નવા કેસ સામે આવ્યા, સ્પેનમાં લોકડાઉનના વિરોધમાં હિંસા ફાટી નીકળી

દુનિયામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 4.63 કરોડને પાર થઈ ગઈ છે. 3 કરોડ 34 લાખ 79 હજાર 314 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 11.99 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા છે.અમેરિકામાં એક દિવસમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે અને આ વર્લ્ડ રેકોર્ડ છે. શનિવારે અહીં કુલ 1 લાખ 233 કેસ નોંધાયા હતા. સ્પેનમાં સરકારે કડક રીતે લોકડાઉન લગાવ્યુ તો તેના વિરોધમાં રસ્તાઓ પર હિંસક અથડામણ શરૂ થઈ હતી. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માત્ર બે દિવસ પછી યોજાવાની છે. આ પહેલા, અહિયાં સંક્રમણનો વિશ્વ રેકોર્ડ બન્યો છે. શનિવારે અહીં 1 લાખ 233 કેસ નોંધાયા હતા. કોરોના મામલે અમેરિકાએ ભારતને પણ પાછળ રાખી દીધું છે. જ્યાં સપ્ટેમ્બરમાં એક જ દિવસમાં 97 હજાર 894 કેસ નોંધાયા હતા. ન્યૂઝ એજન્સી રોઈટર્સે આ માહિતી આપી છે. તે ચિંતાનો વિષય છે કે ચૂંટણી રેલીઓ યોજાઇ રહી છે અને હજારો લોકો કોઈપણ સાવચેતી વિના તેમની સાથે સામેલ થઈ રહ્યા છે. સ્વયં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ન તો માસ્ક પહેરે છે અને ન તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી રહ્યા છે. શુક્રવારે અહીં 99 હજાર નવાકેસ નોંધાયા હતા. સ્પેનમાં સરકારની સામે બેવડી ઉશ્કેલીઓ ઊભી થઈ છે. અહિયાં કોરોના પીઆર કાબૂ મેળવવા માટે લીક ડાઉન લગાવવામાં આવ્યું તો લોકો તેનો વિરોધ કરતાં રસ્તા પર ઉતારી આવ્યા છે. સુરક્ષા દળોએ તેમને દૂર કરવાના પ્રયાસ કર્યા હતો લોકો હિંસા ફેલાવી રહ્યા છે. સ્પેનમાં છ મહિનાની સ્ટેટ ઓફ ઈમરજન્સી પહેલેથી અમલમાં છે.પરંતુ, સંક્રમણની બીજી લહેર જોઈને સરકારે ગયા મહિને આપવામાં આવેલી છૂટછાટ પાછો ખેંચી લીધી હતી અને લોકડાઉનની જાહેરાત કરી હતી. કેટલાક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ ભીડને દૂર કરવા માટે રબરની ગોળીઓ પણ ચલાવી હતી. આજે સરકાર વતી વડાપ્રધાન મીડિયા સાથે વાત કરશે.

Top