અમારી ડબલ એન્જિનની સરકાર તો અહીયાં ડબલ યુવરાજ, યુપી જેવા હાલ થશે: મોદી 

modi-chhapra-730-331604208931_1604209405-3060.jpg
November 01,2020 145

અમારી ડબલ એન્જિનની સરકાર તો અહીયાં ડબલ યુવરાજ, યુપી જેવા હાલ થશે: મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રવિવારે બિહારનો ત્રીજો પ્રવાસ છે. રવિવારે સૌથી પહેલા વડાપ્રધાને છપરામાં રેલી યોજી હતી. છપરામાં રેલીમાં સંબોધન કરતાં મોદીએ કહ્યું કે એવું કહેવામાં આવે છે કે બિહારમાં ચૂંટણી પૂર્વે એનડીએની જીતનું રણશિંગુ વાગી ચૂક્યું છે. લોકોને ભ્રમિત કરવાના કેટલાક લોકોના પ્રયાસોને આપ લોકોએ ખતમ કરી દીધા છે. આ ઉપરાંત મોદી સમસ્તીપુર, મોતીહારી અને બગાહા (પશ્ચિમ ચંપારણ)માં જાહેર સભા પણ કરશે. આ ચાર સભાઓમાં મોદી 66 બેઠકો આવરી લેશે. આ બેઠકો પર ભાજપના 34, જેડીયુના 30 અને વીઆઈપીના 2 ઉમેદવાર લડી રહ્યા છે. નીતીશ બાબુના નેતૃત્વ હેઠળ એનડીએ સરકાર ફરીથી બની રહી છે. આ પ્રદેશના લોકોનો આ ઉત્સાહ આપનો આ હુંકાર બિહારના જનાદેશના સંકેત આપી રહ્યા છે. એવું લાગે છે કે ગામના લોકોએ ચૂંટણી પહેલા વિજયનું રણશિંગુ વગાડી દીધું છે. મોદીએ રેલીમાં સંબોધન કરતાં કહ્યું કે આ ભીડ જોઈને સ્પષ્ટ થઈ ગયું છે કે બિહારમાં ફરીથી એનડીએ સરકાર બનવાની છે.

Top