પરિવારના ચાર સભ્યોની હત્યા બાદ ખુબ જખુએ પણ કરી આત્મહત્યા 

panchal-3059.jpg
October 26,2020 188

પરિવારના ચાર સભ્યોની હત્યા બાદ ખુબ જખુએ પણ કરી આત્મહત્યા

ગત તારીખ ૨૧ના માંડવી તાલુકાના જખાણીયા ગામે પરિવારના મોભી દ્વારા પત્ની અને ત્રણ બાળકીઓની તીક્ષ્ણ હથિયાર વડે મર્ડર કરીને નાશી છૂટ્યો હતો. પ્રાથમિક તપાસમાં આર્થિક મુશ્કેલીને કારણે હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ પ્રાપ્ત માહિતી અનુસાર બાળકીનો વિકાસ ન થતો હોઈ અનેક દવાઓ કરવામાં આવી હતી પરંતુ સમસ્યા એજ હોવાને કારણે શિવજી ઉર્ફે જખુએ પત્ની અને ત્રણ બાળકીઓની હત્યા કરી હતી. પોલીસ દ્વારા આરોપીની શોધખોળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ગામના લોકો, પોલીસ સ્ટાફ તથા ઇલેકટ્રોનિક સર્વેલન્સનો ઉપયોગ કરતા ગઈ કાલે શિવજી ઉર્ફે જખુની લાશ આસંબીયાના જંગલ વિસ્તારમાંથી મળી આવી હતી. આ અંગે ડિવાયએસપીશ્રી જે. એમ. પંચાલે માહિતી આપી હતી.

Top