રાપર પોલીસ પરિવાર દ્વારા હવન અને શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું 

rapar-3058.jpg
October 26,2020 113

રાપર પોલીસ પરિવાર દ્વારા હવન અને શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું

હાલ ચાલી રહેલા કોરોના વાયરસના લીધે તમામ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો પર રોક લગાવી દેવામાં આવી છે પરંતુ સરકાર દ્વારા કોવિડ 19ના રક્ષાત્મક ઉપાયો અને સુરક્ષિત રીતે ધાર્મિક કાર્યક્રમો યોજવાની અનુમતિ આપી છે ત્યારે વિજયાદશમી નિમિત્તે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરમા સવારથી લોકો જલેબી ફાફડા ખરીદી કરવા લાગ્યા હતા. સરકારની ગાઈડલાઈન અનુસાર રાપર શહેરમાં લાખો રૃપિયાની જલેબી ફાફડાનું વેચાણ થયું હતું. તો રાપર પોલીસ પરિવાર દ્વારા હવન અને શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. પોલીસ ઈન્સ્પેક્ટર જી. એલ. ચૌધરીના હસ્તે શસ્ત્ર પૂજન તેમજ હવનમા એએસઆઇ ભગવાનભાઈ ખાંભલા પરિવાર દ્વારા યજમાન પદે હવન યોજાયો હતો, જેમાં પી. પી. જાડેજા. કિશોરભાઈ પરમાર. દિલીપસિંહ જાડેજા રાસુભા જાડેજા. પી. એસ. જેઠવા. મહેશ પટેલ. બલભદ્રસિંહ. કિરણ દેસાઈ. સજુભા જાડેજા. કિરીટભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા રાયટર હેડ કિશોરભાઈ પરમાર વિગેરેએ સંભાળી હતી.

Top