દિવાળી પછી શાળાઓ ખોલવી કે નહિ તેની માટે નિર્ણય લેવામાં આવશે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા 

chudasama-3057.jpg
October 26,2020 165

દિવાળી પછી શાળાઓ ખોલવી કે નહિ તેની માટે નિર્ણય લેવામાં આવશે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં દિવાળી પછી શાળાઓ ખોલવી કે કેમ તેને લઈને ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે ત્યારે ભુજ ખાતે આવેલા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે નિવેદન આપી વિદ્યાર્થીઓના હિતને પ્રથમ પ્રાધાન્ય સાથે રાજ્યમાં શાળા ખોલવાનો નિર્ણય લેવાશે તેવું જણાવ્યું હતું. શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, હાલમાં કચ્છ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં શિક્ષણવિદો અને ડીઈઓ, ડીપીઈઓ સાથે બેઠકો કરવામાં આવી છે. શાળા શરૂ કરવા માટે ઉતાવળ કરવામાં નહીં આવે. વાલીઓના સૂચનો, જિલ્લા કક્ષાએથી આવેલા અભિપ્રાયો મેળવાયા છે, જેની ચર્ચા બાદ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી સાથે શાળા શરૂ કરવા અંગે ચર્ચા કરવામાં આવશે. છાત્રોના હિત અને વર્તમાન સ્થિતીને ધ્યાને રાખી વિદ્યાર્થીઓ માટે સ્કૂલના દ્વાર ખુલશે તેવું ઉમેર્યું હતું. નોંધનીય છે કે, માર્ચ મહિનાથી શાળાઓ બંધ છે. તાજેતરમાં કચ્છમાંથી પણ વિવિધ ર૦થી વધુ સૂચનો રાજ્ય કક્ષાએ મોકલવામાં આવ્યા હતા. હાલમાં ઓનલાઈન લર્નિંગ ચાલુ છે, પરંતુ બોર્ડના છાત્રો માટે શાળા શરૂ થાય તેવો સૂર ઉઠવા પામ્યો છે. આ અંગે ચંચળ ન્યૂઝ સાથે શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વાત કરી હતી.

Top