દશેરાના દિવસે પોલીસ દ્વારા પરંપરાગત શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું 

sp-3056.jpg
October 26,2020 90

દશેરાના દિવસે પોલીસ દ્વારા પરંપરાગત શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું

વિજયાદશમીના શુભ દિવસે ધાર્મિક વિધિ અને વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ, પોલીસ હેડ કવાર્ટર ભુજ ખાતે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પોલીસવડા સૌરભસિંગને ગાર્ડ ઓફ ઓનર અપાયા બાદ આ વિધિની શરૂઆત થઈ હતી. પ્રારંભે માં જગદંબાની આરાધના અને શાસ્ત્રોકત વિધિ પ્રમાણે પોલીસબેડાના હથિયારોની પૂજા કરવામાં આવી હતી. પોલીસવડા સૌરભસિંગ અને હેડ કવાર્ટર ડીવાયએસપી દેસાઈ દ્વારા પોલીસદળના શસ્ત્રો રાઈફલ, પીસ્તોલ, બંદુક સહિતના શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી. પોલીસ બેન્ડ પાર્ટી દ્વારા સુરાવલી પણ રેલાવવામાં આવી હતી. પોલીસવડા સૌરભસિંગે આ અવસરે જણાવ્યું હતું કે, આજે વિજયાદશમીના દિવસે પરંપરા પ્રમાણે શસ્ત્રપૂજન અને અશ્વપૂજન કરવામાં આવ્યું છે. આવનારા વર્ષ દરમ્યાન પોલીસ લોકોની પડખે રહેશે અને મદદરૂપ બનતી રહેશે તેવી પ્રાર્થના કરી હતી. વર્તમાન સ્થિતિ જોતા સૌ નાગરીકોને માસ્ક પહેરવાની અપીલ કરતા પોલીસવડાએ દશેરાની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ભુજ ડીવાયએસપી જે. એન. પંચાલ, એલસીબી પીઆઈ એસ. જે. રાણા સહિત મહત્વની શાખાઓના અધિકારીઓ અને થાણા ઈન્ચાર્જ સાથે પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. પશ્ચિમ કચ્છ પોલીસ વડાશ્રી સૌરભસિંઘે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી માહિતી આપી હતી. 

Top