ભુજ જીઆઇડીસીના વેરા વસુલાત માટે પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ 

prant-3055.jpg
October 26,2020 129

ભુજ જીઆઇડીસીના વેરા વસુલાત માટે પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

છેલ્લા થોડા દિવસોથી ભુજ નગરપાલિકા અને જીઆઇડીસી વિસ્તારના એકમોના માલિક વચ્ચે વેરા વસુલાત માટેનો મુદ્દો ગરમ બની ગયો છે. આજે પ્રાંત અધિકારીશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જીઆઇડીસીના હોદ્દેદારો અને નગરપાલિકા વચ્ચે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં બને પક્ષો દ્વારા પોતપોતાના નક્શાઓ રજુ કરવામાં આવ્યા હતા. પ્રાંત અધિકારીશ્રીના નેજા હેઠળ મળેલી બેઠકમાં જીઆઇડીસી એકમના પ્રમુખ, મંત્રી તથા અન્ય સભ્યો તથા ભુજ નગરપાલિકા વતી ચીફ ઓફિસર નીતિન બોડાત હાજર રહ્યા હતા. આ સમગ્ર મામલે પ્રાંતઅધિકારીશ્રી મનીષ ગુરવાની અને જીઆઇડીસી પ્રમુખ અરવિંદભાઈએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી.

Top