નકલી કરન્સી ફેરવવા ઠગ ત્રિપુટી ભુજથી અમદાવાદ આવી, પોલીસે ઝડપી 

police-3051.jpg
September 26,2020 84

નકલી કરન્સી ફેરવવા ઠગ ત્રિપુટી ભુજથી અમદાવાદ આવી, પોલીસે ઝડપી

 કચ્છથી અમદાવાદમાં આવી અસલી-નકલી કરન્સી ના નામે લોકો સાથે ઠગાઈની યોજના બનાવનાર ઠગ ત્રિપુટી પોલીસની ચાલમાં આબાદ સપડાઈ હતી. ડીસીપી ઝોન-2 સ્કોડે આરોપીઓ પાસેથી રૂ. 1.45 લાખની રોકડ, રૂ.5 લાખની કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ મુખ્ય સૂત્રધાર સાલે અલી 20 વર્ષથી આ રીતે લોકો સાથે ઠગાઈ આચરે છે. ભુજના કેટલાંક શખ્સો સ્વિફ્ટ કાર લઈને અમદાવાદમાં મોતી મહલ હોટેલમાં રોકાયા છે. જે આરોપીઓ લાલચી અને નબળા મનના લોકો સાથે વાત કરી હાજી તરીકે પોતાની ઓળખ આપે છે. બાદમાં પોતાની પાસેની નકલી ચલણી નોટો કોઈ પણ બજારમાં ચાલી જાય તેવી છે. તેમ કહીને સામેવાળી વ્યક્તિનો વિશ્વાસ જીતે છે.ઝોન 2 સ્કોડએ બાતમીના આધારે ડમી ગ્રાહક ઉભો કરી આરોપીઓનું છટકું ગોઠવ્યું હતું. જે મુજબ આરોપીઓ ડમી ગ્રાહકને કરન્સી આપવા માટે આવ્યાને પોલીસે ઝડપી લીધા હતાં. પોલીસે પકડેલા શખ્સમાં હાસમખાન ફઝલખાન પઠાણ રહે. એરપોર્ટ રોડ, ભુજ, 63 વર્ષના સાલે અલી શમા રહે. ધ્રોબાણા, ભૂજ અને અબ્દુલ ખામીશા કેવર રહે. સંજોગનગર મોટા પીર રોડ, ભુજનો સમાવેશ થાય છે.પોલીસે આરોપીઓ પાસેથી રૂ.5 લાખની ત્રણ દિવસ અગાઉ ખરીદ કરેલી કાર, રોકડા 1.45 લાખ, 5 મોબાઈલ અને અંગઝડતીની રકમ મળીને કુલ રૂપિયા 7.36 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપી સાલે અલી સમા મુખ્ય સૂત્રધાર હોવાનું અને ગાંધીનગરના કુખ્યાત જશું ચૌધરીનો સાગરીત હોવાનું ખુલ્યું છે. રાણીપ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Top