હરિવંશનો પત્ર પ્રેરક અને પ્રશંસનીય છે તેમાં હકીકત અને સંવેદના રહેલી છેઃ મોદી 

Modi-ji-3049.jpg
September 22,2020 102

હરિવંશનો પત્ર પ્રેરક અને પ્રશંસનીય છે તેમાં હકીકત અને સંવેદના રહેલી છેઃ મોદી

એક તરફ કૃષિ બિલ પર વિરોદ દરમિયાન સસપેન્ડેન્ડ સાંસદ સંસદમાં ધરણા પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે બીજી તરફ રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશે આ સમગ્ર પ્રકરણને ધ્યાનમાં રાખીને 24 કલાક સુધી ઉપવાસ પર ઉતરવાનો નિર્ણય લીધો છે. તેમણે ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂને પત્ર લખીને સમગ્ર મામલા પર પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે તેઓ આગામી 24 કલાક સુધી ઉપવાસ પર ઉતરશે. આજે સવારથી કાલ સવાર સુધી તેઓ ઉપવાસ પર ઉતર્યા છે. આ દરમિયાન તેઓ સંસદના કામકાજમાં કાર્યરત રહેશે. પોતાના પત્રમાં ઉપસભાપતિએ લખ્યું કે, રાજ્યસભામાં જે કંઈ થયું તેના કારણે હું અત્યંત દુઃખી છું, દુઃખના કારણે હું આખી રાત સુઈ પણ નથી શક્યો. ત્રણ પાનાના પત્રમાં તેમણે લખ્યું કે રાજ્યસભામાં મારા સાથે જે અપમાનજનક વ્યવહાર થયો તેના માટે મેં એક દિવસનો ઉપવાસ કરવો જોઈએ. કદાચ મારા ઉપવાસથી આ પ્રકારનું વર્તન કરનારા આદરણીય સભ્યોમાં આત્મશુદ્ધીનો ભાવ જાગૃત થાય. 

Top