કોરોના સામે લડાઈ લાંબી છે વેકસિન નહિ આવે ત્યાં સુધી સ્થિતિ સામાન્ય નહિ થાયઃ રૂપાણી 

rupani-3048.jpg
September 22,2020 105

કોરોના સામે લડાઈ લાંબી છે વેકસિન નહિ આવે ત્યાં સુધી સ્થિતિ સામાન્ય નહિ થાયઃ રૂપાણી

ગુજરાત વિધાનસભાના સત્રની આજથી શરૂઆત થઈ છે. રૂપાણી સરકારે ખેડૂતોને ખરીફ ઋતુમાં ભારે વરસાદથી થયેલા પાક નુકસાન અંગે 3700 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું હતું. જે બાદ કોરોના અંગેની ચર્ચામાં બોલતાં તેમણે કહ્યું કે, કોરોના સામે લડાઈ લાંબી છે વેકસિન નહિ આવે ત્યાં સુધી સ્થિતિ સામાન્ય નહિ થાય.
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું, જ્યા સુધી નવી વેક્સિન નહીં આવે ત્યા સુધી સંક્રમણ થવાનુ છે. ગુજરાતની જનતા આપણા પર ભરોસો રાખીને બેઠી છે.
ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં જ કોરોનાનો કહેર જોવા મળી રહ્યા છે.  આજે અત્યાર 1430 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 17 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3339 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16,337  એક્ટિવ કેસ છે, જ્યારે 1,05,901 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 89 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,248 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,24,767 પર પહોંચી છે.

Top