પાટીલ સાજા થાય પછી જ ભાજપ ગુજરાત પ્રદેશનું નવું માળખું રચવા અંગે બેઠકો શરૂ થશે. 

patil-3047.jpg
September 22,2020 99

પાટીલ સાજા થાય પછી જ ભાજપ ગુજરાત પ્રદેશનું નવું માળખું રચવા અંગે બેઠકો શરૂ થશે.

ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ કોરોનાની સારવાર લઈને સાજા થઈ ગયા છે પણ કોરોનામુક્ત થયેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ લોકસભાના વર્તમાન ચોમાસુ સત્રમાં હાજર નહીં રહી શકે. પાટીલ કોરોના મુકત થયાં બાદ ક્વોરેન્ટાઈન પિરિયડ ચાલી રહ્યો હોવાથી દિલ્હી નહીં જાય અને લોકસભાના સત્રમાં હાજર નહીં રહે.સી.આર. પાટીલનો ક્વોરેન્ટાઈન પિરિયડ ચાલી રહ્યો હોવાથી હાલમાં સંગઠનમાં નિમણૂકો પણ નહીં થાય કે પાટીલ કમલમ ખાતે હાજર પણ નહીં રહે. ક્વોરેન્ટાઈન પૂરો થતાં પાટીલ કમલમ ખાતે બેઠકોનો દોર ફરી શરૂ કરશે. પાટીલ હાલમાં ઘરે જ ક્વોરેન્ટાઈન હોવાથી ભાજપ ગુજરાત પ્રદેશનું નવું માળખું આગામી બે અઠવાડિયા સુધી જાહેર થાય તેવી કોઈ શક્યતા નથી. પાટીલ સાજા થાય પછી જ ભાજપ ગુજરાત પ્રદેશનું નવું માળખું રચવા અંગે બેઠકો શરૂ થશે. ક્વોરેન્ટાઈન સમય પૂરો થાય પછી પાટીલ દિલ્લી જઈને ભાજપ ગુજરાત પ્રદેશનું નવું માળખું રચવા અંગે હાઈકમાન્ડ સાથે ચર્ચા કરશે.

Top