આવતી કાલે ભાઈ અને બહેનના પવિત્ર સંબંધ નો તહેવાર રક્ષાબંધન 

raksha-2937.JPG
August 02,2020 77

આવતી કાલે ભાઈ અને બહેનના પવિત્ર સંબંધ નો તહેવાર રક્ષાબંધન

ભારતીય વૈદિક ધર્મશાસ્ત્રકારોએ સૂતરના તંતુમાં પણ કેવા ઊંચા જીવનમૂલ્યો, ધ્યાત્મિકમૂલ્યો અને રહસ્યો ગૂંથી દીધાં છે! આપણે ત્યાં કેટલાક સૂત્રગ્થ રચા રં યા છે. જેમ કે મહર્ષિ વ્યાસજીએ ‘બ્રહ્મસૂત્ર’ નામના વેદાંતી ગ્થમાં રં નાનાં નાનાં સૂત્રો (એક એક વાક્યનાં)માં ‘બ્રહ્મ’ના અનેક અટપટાં રહસ્યો વણી લીધાં છે. કોઇપણ સૂત્રને સમજાવવું હોય, તો મોટું ભાષ્ય રચવું પડે! શ્રાવણી પૂર્ણિમાએ ઉજવાતા ‘રક્ષાબંધન’ અને ‘યજ્ઞોપવિત સંસ્કાર’ જેવાં પવિત્ર પર્વોમાં હાથે બંધાતી ‘રાખડી’ (રક્ષાસૂત્ર) અને દેહ પર ધારણ કરાતી જનોઇ (ઉપવીત-સૂત્ર કે બ્રહ્મસૂત્ર)ના તંતુઓના તાણાવાણામાં પણ અનેક સામાજિક અને ધાર્મિક મૂલ્યો વણાયાં છે. રાખડીમાં ભાઇ-બહેનના, નર-નારીના પરસ્પરના રક્ષણની ભાવના સાથે હૃદયનો નિર્મળ-નિ:સ્વાર્થ પ્મનો લાલરંગ ઘૂંટા રે યો છે, રસાયો છે, તો જનોઇ (યજ્ઞોપવિત)નું શ્વેતસૂત્ર તો વિદ્યાબળ તેમજ બ્રહ્મતેજનું પ્રતીક છે. કજિયા-કંકાસ, વેર-વિગ્રહ, કોમવાદ અને વૈમનસ્યના કાળા માર્ગેથી પ્મ-પ્ રે રીતિ અને સુમેળના રંગભર્યા માર્ગેપ્રસ્થાન કરવાની અને પરસ્પરનું રક્ષણ કરવાનો સંદેશ ‘રક્ષાબંધન’નું પર્વ આપે છે. પુરાણોમાં આ પર્વનો મહિમા ગાતાં કહ છે કે રક્ષાબંધન વિજય આપનાર, પુત્ર-આરોગ્ય-ધન આપનાર અને સઘળી આપત્તિઓમાં રક્ષણ કરનાર છે. અમુક વય થતાં, નવા બટુકોને જનોઇ (યજ્ઞોપવિત) ધારણ કરાવીને ગુરુના આશ્રમે- ગુરુકુળમાં ભણવા માટે, વિદ્યાનો આરંભ કરવા દોડાવાય છે, તેને ‘ઉપનયન’ સંસ્કાર કરે છે. ઉપનયન એટલે ઉપવિત (જનોઇ) ધારણ કરાવીને બટુક (વિદ્યાર્થી)ને ગુરુ પાસે લઇ જવો. શ્રાવણી પૂનમ યજ્ઞોપવિત-સંસ્કારનો પવિત્ર દિવસ મનાય છે. આ પાવનપર્વ, પ્રાત:કાળે ભૂદેવો નદીકિનારે જઇને સામૂહિક રીતે જનોઇ બદલીને નવી ધારણ કરે છે. આને ‘યજ્ઞોપવિત-સંસ્કાર’ કહે છે. મનુસ્મૃતિ, ધર્મસૂત્રો વગેરે ગ્થોમાંરં મનુષ્યના જન્મથી આરંભીને મૃત્યુ સુધીના વિવિધ પ્રસંગોએ કરાતા ‘સોળ સંસ્કારો’નું નિરૂપણ કર્યું છે. ‘સંસ્કાર’ એટલે મનુષ્યના અસંસ્કારી જીવનને સંસ્કારી અને શુદ્ધ બનાવવાની ક્રિયાવિધિ. આમાંનો એક ‘યજ્ઞોપવિત-સંસ્કાર’ છે. યજ્ઞોપવિત-સંસ્કારનો મહિમા બતાવતાં કહેવાયું છે. સંસ્કૃત ભક્તિ-સાહિત્યમાં કેટલાંક ‘રક્ષા-કવચ’ સ્તોત્રો રચાયાં છે. આવાં સ્તોત્રોનો પાઠ કરીને, શરીરનાં સર્વ અંગોની રક્ષા કરવા માટે જેમ કોઇ દેવ-દેવીની પ્રાર્થના કરાય છે, તેમ રાખડી (રક્ષા) કે રક્ષાપોટલી બાંધીને-બંધાવીને ભાઇ-બહેન, નર-નારી કે પુરોહિત-યજમાન આશીર્વાદ સાથે એકબીજાનું રક્ષણ કરવાનો, પરસ્પર સ્નેહતંતુથી બંધાવાનું રક્ષાસૂત્ર એ કેવળ કાચા દોરાનું બંધન ન રહેતાં હૃદયનું અતૂટ સ્નેહબંધન બની રહે છે, પછી ભલેને તે દોરો સૂતરનો હોય કે હીરનો. ભારતીય સંસ્કૃતિમાં તો અનેક ગ્રંથોમાં નારીનું ગૌરવ કરાયું છે. ‘નારી તું નારાયણી’અને ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા:’ (જ્યાં નારીઓ પૂજાય છે, ત્યાં દેવતાઓ રમે છે) જેવા સૂત્રવાક્યો તો કેટલાં બધાં જાણીતાં છે! રક્ષાબંધન-પર્વના પ્રતાપે, આજે તો શાળા-કોલેજમાં વિદ્યાર્થિનીઓ વિદ્યાર્થીઓને રાખડી બાંધે છે, તેમજ જેલમાં રિબાતા કેદીઓને કેટલીક સેવાભાવી સંસ્થાઓની બહેનો રાખડી બાંધીને એમની નવજીવનની શુભેચ્છા પાઠવે છે. રક્ષાબંધન કેવળ ભાઇ-બહેનનો નહીં, પણ સહુ કોઇનો તહેવાર છે. એકબીજાના યોગક્ષેમની શુભ-કામના પ્રગટ કરવાનો રૂડો અવસર છે. સમગ્ર સમાજની કે સમગ્ર રાષ્ટ્રની સૌ કોઇ ભેગા મળી રક્ષા કરે, એવી વ્યાપક ભાવના કેળવવાનો આ હૂંફભર્યો તહેવાર છે. ‘ભવિષ્યપુરાણ’ની કથા પ્રમાણે, શ્રાવણી પૂર્ણિમાએ ઇન્દ્રાણી દેવીએ સ્વર્ગાધિપતિ ઇન્દ્રદેવને જમણા હાથે રક્ષાપોટલી બાંધેલી. એના પ્રતાપે દેવરાજ ઇન્દ્રે દૈત્યોની સેનાને હરાવીનેત્રિલોક ઉપર વિજય મેળવેલો. એ વિજયના સ્મરણમાં ‘રક્ષાબંધન’નો તહેવાર અસ્તિત્વમાં આવ્યો. ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં રાક્ષસરાજ બલિને બાંધીને પાતાળમાં ધકેલી દીધેલો. એ બલિબંધનને આધારે આ પર્વ ‘બળેવ’ તરીકે પણ ઓળખાય છે.

Top