ઉતરપ્રદેશના કેબિનેટ મંત્રી કમલ રાનીનું કોરોનાથી મોત 

kamalrani-2936.JPG
August 02,2020 60

ઉતરપ્રદેશના કેબિનેટ મંત્રી કમલ રાનીનું કોરોનાથી મોત

નવી દિલ્હી. ઉતર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી કમલ રાનીનું રવિવારે કોરોના સંક્રમણથી મોત થયું છે. 18 જુલાઈએ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારથી લખનઉના પીજીઆઈમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમના મોત બાદ મુખ્યમંત્રી આદિત્યાનાથે તેમની અયોધ્યાની મુલાકાત રદ કરી છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 17 લાખ 51 હજાર 919 થઈ છે. આંકડો સતત 3 દિવસથી 54 હજારથી વધુ વધી રહ્યો છે. શનિવારે 54 હજાર 865 કેસ આવ્યા છે. રાહતના સમાચાર એ છે કે 51 હજાર 232 દર્દીઓ સાજા પણ થયા છે. 852 લોકોના મોત થયા છે. સંક્રમણના મામલામાં ટોપ-3 રાજ્યોની વાત કરવામાં આવે તો અહીં છેલ્લા 24 કલાકમાં જેટલા નવા દર્દીઓ વધ્યા છે તેના કરતા વધુ દર્દીઓ સાજા થયા છે. 

Top