ડ્રેગન ફ્રૂટનું નામે કમલમ ફ્રૂટ આપી કચ્છનું ગૌરવ વધાર્યું 

drgon-2935.jpg
August 01,2020 64

ડ્રેગન ફ્રૂટનું નામે કમલમ ફ્રૂટ આપી કચ્છનું ગૌરવ વધાર્યું

કચ્છમાં હાલમાં ઘણા સમયથી વિદેશી ફ્રૂટનું વાવેતર કરવામાં આવે છે ત્યારે કચ્છના ખેડૂતોએ ડ્રેગન ફ્રૂટની ખેતી પણ કરી હતી અને સફળ રહ્યા હતા. છેલ્લી મન કી બાતમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કચ્છના ખેડૂતોના ઉદાહરણ આપીને કચ્છના ખેડૂતોનો ઉત્સાહ વધાર્યો હતો અને સમગ્ર વિશ્વમાં કચ્છનો ફરી ડંકો વગાડ્યો હતો. ત્યારે કચ્છના ખેડૂતોએ આ ડ્રેગન ફ્રૂટને કમલમ નામ આપ્યું હતું. ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, કચ્છના ખેડૂતોએ ડ્રેગન ફ્રૂટનું નામે કમલમ ફ્રૂટ આપીને ફરી એક વખત કચ્છનું નામ રોશન કર્યું છે. વિવિધ પ્રયોગ કરીને કચ્છ કિસાનોએ આ ફ્રૂટને કમલમ ફ્રૂટ તરીકે નામના મેળવે અને એવું કહેવાય કે કચ્છકે કિશાનોકી કમલમકી ક્રાંતિ. આ ક્રાંતિનો શ્રેય કિશાનો દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈને આપે છે કારણ કે. મન કી બાતની અંદર કિશાનોને ખુબ ખુબ અભિનંદન આપ્યા હતા. ત્યારે ઘણા બધા ફોન આવ્યા કે અમે આ ફ્રૂટને કમલમ ફ્રૂટ તરીકે ઓળખીએ છીએ અને હવેથી સમગ્ર દેશ અને વિશ્વમાં કમલમ ફ્રૂટ તરીકે પ્રખ્યાત થાય.કચ્છની કેસર કેરીની જેમ હવે કચ્છનું કમલમ પણ ખ્યાતનામ ધરાવે તેવું ઈચ્છી રહ્યા છીએ. તો ખેડૂતે વાત કરતા જણાવ્યું હતું કે જો કચ્છમાં આ ફ્રૂટનું ઉત્પાદન થાય છે તો તેને શામાટે ડ્રેગન ફ્રૂટ તરીકે ઓળખીયે એ માટે આજે અમે ડ્રેગન ફ્રૂટ નહિ પણ કમલમ ફ્રૂટ તરીકે ઓળખીશુ.

Top