વિધાનસભાની 18 સમિતિઓની જાહેરાત,ડો.નિમાબેન આચાર્ય જાહેર સાહસોની સમિતિના ચેરમેન 
aditay

nimaben_acharya-2849.jpg
July 03,2020 942

વિધાનસભાની 18 સમિતિઓની જાહેરાત,ડો.નિમાબેન આચાર્ય જાહેર સાહસોની સમિતિના ચેરમેન

વિધાનસભાની 15 થી 17 વિવિધ સમિતિઓની આજે જાહેરાત થશે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા સત્તાવાર આ જાહેરાત કરવામાં આવશે. વિધાનસભાની વિવિધ સમિતિઓના ચેરમેન અને સભ્યોની જાહેરાત થશે. બાંધકામ, પીએસી સહિતની નાણાકીય સમિતિઓના સભ્યોના નામ ડિકલેર કરાશે. વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના ચેરમેન તરીકે કોંગ્રેસના પુંજાભાઈ વંશ નિયુક્ત કરવામાં આવ્યા છે. અંદાજપત્ર સમિતિના અધ્યક્ષ બાબુભાઈ બોખરીયા નિમણૂંક થઈ છે. સરકારની ખાતરી સમિતિમાં વલ્લભભાઈ કાકડીયા અધ્યક્ષ બન્યા છે. 

દરમ્યાન જાહેર સાહસોની સમિતિના ચેરમેન તરીકે ભુજ મતવિસ્તારના ધારાસભ્ય ડો.નિમાબેન આચાર્યની નિમણુંક કરવામાં આવેલ છે.ડો.નિમાબેન આચાર્યના બહોળા અનુભવ અને કામગીરીને ધ્યાને રાખીને તેમની આ સ્થાને નિમણુંક કરવામાં આવેલ છે.

Top