વિધાનસભા પેટાચૂંટણીઃ કોંગ્રેસના અબડાસા સીટના પ્રભારી તરીકે સી.જે.ચાવડા 
aditay

cj_chavda_-_Copy_(2)-2848.jpg
July 03,2020 420

વિધાનસભા પેટાચૂંટણીઃ કોંગ્રેસના અબડાસા સીટના પ્રભારી તરીકે સી.જે.ચાવડા

રાજ્યમાં આગામી સમયમાં 8 વિધાનસભાની સીટો પર પેટાચૂંટણી યોજાવાની છે. આ માટે સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી અને વિપક્ષ કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વધુમાં વધુ સીટો જીતવા માટે બંન્ને પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે કોંગ્રેસે નિરીક્ષકોની પણ નિમણૂક કરી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને આ જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં એક ઇન્ચાર્જ સાથે 3 કો-ઇન્ચાર્જની નિમણૂક કરાઇ છે. રાજ્યમાં કુલ 8 વિધાનસભાની સીટ પર પેટાચૂંટણી યોજાશે. કોંગ્રેસે આ તમામ સીટ માટે ઇન્ચાર્જની નિમણૂક કરી છે. જેમાં અબડાસા વિધાનસભાની જવાબદારી સીજે ચાવડાને સોંપવામાં આવી છે. લીંબડી સીટ માટે જગદીશ ઠાકોર, મોરબી-અર્જુન મોઢવાડિયા, ધારી-પૂંજાભાઈ વંશ, ગઢડામાં શૈલેષ પરમારને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. આ સિવાય કરજણ સીટ પર સિદ્ધાર્થ પટેલ, ડાંગ-ગૌરવ પંડ્યા અને કપરાડા સીટ પર તુષાર ચૌધરીને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. 

Top