કચ્છના નાયબ જિલ્લા વિકાસ અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ 
aditay

download-2847.jpg
July 03,2020 1732

કચ્છના નાયબ જિલ્લા વિકાસ અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ

કચ્છમાં કોરોનાના પંજામાં હવે વહીવટી તંત્રનાં અધિકારી પણ સપડાયેલ છે. કચ્છના નાયબ જીલ્લા વિકાસ અધિકારી ગૌરવ પ્રજાપતિનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવેલ છે. ગત મંગળવારે વતન અમદાવાદથી ગૌરવભાઈ પ્રજાપતિ ભુજ આવ્યા હતા. બુધવારે તેમને શરદી ખાંસી જેવા લક્ષણો જણાતા કાલે સવારે પોતાનો ટેસ્ટ કરાવેલ હતો. જેમનો રીપોર્ટ આજે પોઝીટીવ આવેલ છે. તેમના પત્ની અને પુત્રને કોરોન્ટાઇન કરાયેલ છે. વહીવટી તંત્ર દ્વારા હાલે ગૌરવભાઈ પ્રજાપતિના કોન્ટેક્ટમાં આવનાર લોકોને ટ્રેસ કરાઇ રહ્યા છે. 

Top