કચ્છ જીલ્લામાં સસલાનો શિકાર કરતી ટોળકી ઝડપાઇ 
aditay

WhatsApp_Image_2020-07-03_at_15-2846.jpeg
July 03,2020 700

કચ્છ જીલ્લામાં સસલાનો શિકાર કરતી ટોળકી ઝડપાઇ

ભુજ
કચ્છ જીલ્લામાં ભચાઉ તાલુકાના મનફરા ગામની સીમમાં સસલાનો શીકાર કરતી ટોળકીને ભચાઉ પોલીસે પકડી પાડેલ છે.શોશ્યલ મીડીયા પર વાયરલ થયેલ સસલાની મિજબાની ઉઠાવતા શખ્સોના ફોટા તેમજ વર્તમાન પત્રોમાં પ્રસિધ્ધ થયેલા સમાચારો અનુસંધાને ભચાઉ રેન્જ ગુ.ર.નં.08/2020-2021 વન્યજીવન સંરક્ષણ ધારા 1972ની કલમ 9,39,50 તળે ગુનો દાખલ થયેલ છે.જેથી આ ગુનાના આરોપીઓની તપાસ કરતાં મનફરા ગામના બસસ્ટેશન પાસે એક સગીર વયનો તેમજ બે આરોપીઓ મળી આવતા તેમની વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.ધરપકડ કરવામાં આવેલ આરોપીઓના નામ પ્રવિણ રામા કોલી ઉવ.21 રે.મનફરા તા.ભચાઉ અને જીગા બીજલ કોલી ઉવ.23 રે.મનફરા તા.ભચાઉ છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.જે.સિસોદીયા તથા એ.એસ.આઇ. સંગીતાબેન સાલીયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવરાજ આહીર તથા પ્રવિણ આલ તથા સરતાણ પટેલ તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવિન બાબરીયા તથા જનક લકુમ તથા મધુજી ઠાકોર એ સાથે રહીને કામગીરી કરી હતી.

Top