ભારત ફિલ્મ: સલમાન ખાનનો ફર્સ્ટ લુક રિલીઝ 
0-28.JPG
April 15,2019 75

ભારત ફિલ્મ: સલમાન ખાનનો ફર્સ્ટ લુક રિલીઝ

મુંબઇ : સલમાન ખાન હાલ પોતાની આગામી ફિલ્મ ભારતના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ઇદ પર રિલીઝ થવા જઇ રહી છે. સલમાન ખાને પોતાના ફિલ્મના સેટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે. સલમાન ખાને હાલ એક તસવીર શેર કરી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે. આ તસવીરમાં સલમાન એક વૃદ્ધના ગેટ અપમાં નજરે પડી રહ્યા છે.

તસવીર ઉપરથી એમ લાગે છે કે શેર જોઇને લાગી રહ્યું છે આ તેની ફિલ્મ ભારતનો ફર્સ્ટ લુક હોઇ શકે છે. સલમાને તસવીરની સાથેના કેપ્શનમાં લખ્યું હતું કે, જેટલા ધોળા વાળ મારા માથા અને દાઢીમાં છે, તેનાથી વધુ રંગીન મારું જીવન છે. સલમાનની તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. સલમાને તસવીરમાં કેટરીને કૈફ, દિશા પટણી, સુનીલ ગ્રોવર, તબ્બૂ, અલી ઝફર જેવા સ્ટાર્સને પણ ટેગ કર્યા છે

Top