હાશ...ગાંધીનગરમાં આજે એક પણ કેસ નહિં... 
gandhinagar-2718.jpg
May 22,2020 140

હાશ...ગાંધીનગરમાં આજે એક પણ કેસ નહિં...

ગાંધીનગર

આજે 5 વાગ્યા સુધી ગાંધીનગર માટે ખુબ જ સારા સમાચાર મળ્યા છે. વહીવટીતંત્ર પાસે મળતી માહિતી મુજબ આજે ગાંધીનગરમાં એક પણ કેસ નોંધાયા નથી. શહેર અને જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આજે એક પણ કેસ નોંધાયો નથી. આ સાથે ગાંધીનગર શહેરમાં કોરોનાના કુલ કેસનો આંકડો 76 પર જ સ્થિર રહ્યો છે. જેમાં સૌથી વધારે સેકટર-24માં 18 કેસ અને સેકટર-3માં 10 કેસ નોંધાયા છે. આ સેકટરોમાં હાલમાં પણ પોઝીટીવ દર્દીઓના ઘરની આજુબાજુનો અમુક વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો છે. ગ્રામ્ય વિસ્તારમાં જીલ્લાપંચાયત તરફથી મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધી ગાંધીનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ કેસનો આંકડો 108 પર પહોંચ્યો છે જેમાંથી 71 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધારે ગાંધીનગર તાલુકામાં 56 અને કલોલ તાલુકામાં 31 કેસ નોંધાયા છે. રાજ્યસરકારના આરોગ્યવિભાગની માહિતી પ્રમાણે અત્યાર સુધી ગાંધીનગર જીલ્લામાં કુલ 198 કેસ મળી આવ્યા છે.

(આપ પણ ગાંધીનગર તેમજ અમદાવાદના સમાચારો ઝડપથી મેળવવા સાથે આપણું ગુજરાત વિડિયો બુલેટીન નિહાળવા અમારા વોટસઅપ ગ્રુપમાં જોડાઇ શકો છો અમારો વોટસઅપ નંબર 98245 42924)

Top