હવામાન વિભાગે 3 દિવસ માટે કરી હિટ વેવની આગાહી,તાપમાન 42 થી 45 ડિગ્રી રહેશે 
download_(1)-2715.jpg
May 21,2020 82

હવામાન વિભાગે 3 દિવસ માટે કરી હિટ વેવની આગાહી,તાપમાન 42 થી 45 ડિગ્રી રહેશે

ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. લોકડાઉનને કારણે ભલે લોકો ઘરમા પૂરાઈ રહ્યા હોય પરંતુ ઘરમાં પણ લોકો ગરમીથી બફાઈ રહ્યા છે. ત્યારે જ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છેકે આગામી ત્રણ દિવસ આગ ઊકળતી ગરમી પડી શકે છે.રાજ્યમાં પશ્ચિમી ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાયા છે. કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદમાં પણ તાપમાન ૪૨ થી 45 ડીગ્રીઆસપાસ રહી શકે છે. રાજ્યમાં  ઉત્તર ગુજરાતસૌરાષ્ટ્રકચ્છમાં હીટવેવની આગાહી જિલ્લામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ જિલ્લાઓમાં 45 ડિગ્રી આસપાસ તાપમાન રહે તેવી સંભાવના છે.આજે કચ્છના ભૂજમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. કચ્છમાં ગરમીનું આકરું મોજુ ભૂજમાં ફરી વળ્યું છે. ભૂજમાં સીઝનનું સર્વાધિક તાપમાન નોંધાયું છે. રાજ્યનું ત્રીજા નંબરનું ગરમ મથક બની ગયું છે. 

Top