દેશમાં કોરોના ના 1,12,682 કેસ, મૃત્યુઆંક-3,438: રિકવરી રેટ વધીને 40.35% થયો 
images_(2)-2714.jpg
May 21,2020 74

દેશમાં કોરોના ના 1,12,682 કેસ, મૃત્યુઆંક-3,438: રિકવરી રેટ વધીને 40.35% થયો

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે સાથે જ દર્દીઓના સાજા થવાનો દર પણ વધી રહ્યો છે. અત્યાર સુધી 40.32% દર્દી સાજા થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે દેશમાં અત્યાર સુધી 45 હજાર 299 દર્દી સાજા થયા છે. મંત્રાલયે એવું પણ કહ્યું કે, 21 મે સુધી દેશમાં 26 લાખ 15 હડાર 920 સેમ્પલની તપાસ કરાઈ છે. જેમાંથી 1 લાખ 3 હજાર 32 તપાસ છેલ્લા 24 કલાકમાં થઈ છે દેશભરમાં સંક્રમિતોની સંખ્યા1,12,682 એ પહોંચી થઈ ગઈ છે. અને સાથે 3,438 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યા છે. તો બીજી તરફ 45,422 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. દેશમાં સૌથી વધારે 39,297 કેસ મહારાષ્ટ્રમાં છે. અહીંયા 10,318 લોકો સારવાર બાદ સાજા પણ થયા છે અને 1,390 લોકોના મોત થયા છે.તો બીજા નંબરે રહેલા તમિલનાડુમાં સંક્રમિતોનો આંકડો 13 હજારની પાર પહોંચ્યો છે. 3 દિવસ પહેલા જ આ સંખ્યા એક લાખને પાર પહોંચી હતી.

Top