દેશમાં સૌથી વધુ કોરોનાગ્રસ્ત ટોપ 10 સિટી માં ગુજરાતના બે મુખ્ય શહેરનો સમાવેશ 
images_(1)-2713.jpg
May 21,2020 623

દેશમાં સૌથી વધુ કોરોનાગ્રસ્ત ટોપ 10 સિટી માં ગુજરાતના બે મુખ્ય શહેરનો સમાવેશ

દેશમાં સૌથી વધુ પોઝિટિવ દર્દીઓ ધરાવતા શહેરોમાં ગુજરાતનું સુરત 10માં સ્થાને છે. જ્યારે અમદાવાદ ત્રીજા સ્થાન પર છે. કોરોનાને લઈને લોકડાઉન 4.0 જાહેર કરવામાં આવ્યું છે. કોરાનાના કારણે છેલ્લા બે મહિના દરમિયાન દેશમાં સૌથી વધુ હાહાકાર મચાવનાર 10 શહેરોમાં સુરતનો સમાવેશ થઈ ચૂક્યો છે.ગુજરાત રાજ્યમાં અમદાવાદ પ્રથમ ક્રમે તો સુરત સિટી બીજા ક્રમેદેશ કોરોના સામે લડાઈ લડી રહ્યો છે ત્યારે છૂટછાટ સાથે જાહેર થયેલા લોકડાઉન 4.0 વચ્ચે સ્વચ્છતા બાબતે ફાઈવ સ્ટાર મેળવવામાં સુરત સફળ રહ્યું છે. બીજી તરફ સુરતમાં કોરોનાને મુદ્દે કપરી સ્થિતી બનતી જઈ રહી છે. કોરોનાના પોઝિટિવ દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકડાઉન મામલે ગુજરાત રાજ્યમાં અમદાવાદ પ્રથમ ક્રમે તો સુરત સિટી બીજા ક્રમે છે. સુરત સિટી અને જિલ્લો મળી કોરાનાના પોઝિટિવ કેસનો આંક 1193 પર પહોંચ્યો છે (covid19india.org પ્રમાણે). જ્યારે સુરત પાલિકાના જણાવ્યા પ્રમાણે સુરતમાં હાલ 1239 કેસ છે. સુરતમાં વાઈરસનો ફેલાવો અટકાવવા પાલિકાએ 48 જેટલા ક્લસ્ટર વિસ્તાર જાહેર કર્યા છે. જોકે, સુરતમાં દર્દીઓની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. જેથી સુરત દેશના સૌથી વધુ પોઝિટિવ કેસ ધરાવતા શહેરમાં 10માં ક્રમે પહોંચી ગયું છે.સુરત અને અમદાવાદ રાષ્ટ્રીય કક્ષાએ રેડ ઝોનઅમદાવાદમાં દર્દીઓની સંખ્યામાં 9216 થઈ ગઈ છે. જ્યારે સુરતમાં 1193 છે. રાજ્યના બંને મુખ્ય શહેરો રાષ્ટ્રીય કક્ષાએ રેડ ઝોન જાહેર થઈ ચૂક્યા છે. કેન્દ્રની ટીમ દ્વારા બંને શહેરમાં તપાસ પણ કરવામાં આવી ચૂકી છે. કોવિડ-19 વેબસાઈટ પ્રમાણે મહારાષ્ટ્રના ત્રણ મહાનગરો મુંબઈ, થાણે અને પૂણે ટોપ ટેનમાં છે. જ્યારે ગુજરાતના બે શહેરો અમદાવાદ અને સુરત છે. આ ઉપરાંત મધ્યપ્રદેશનું ઈન્દોર પણ ટોપ ટેનમાં આવી ગયું છે.

Top