૧૦ જૂન થી શરૂ થનારી ટ્રેનો નું બુકીંગ ચાલુ ,ગુજરાતને મળી ૧૦ ટ્રેન 
download-2712.jpg
May 21,2020 498

૧૦ જૂન થી શરૂ થનારી ટ્રેનો નું બુકીંગ ચાલુ ,ગુજરાતને મળી ૧૦ ટ્રેન

 મહામારી કોરોના અને લોકડાઉનને કારણે અત્યાર સુધી ભારતીય રેલના પૈડા થંભી ગયા હતા. પરંતુ હવે ટ્રેન સેવાને તબક્કાવાર શરૂ કરવામાં આવી રહી છે. હવે શ્રમિક અને એસી ટ્રેનોની સાથે સાથે 1 જૂનથી નોન એસી 200 ટ્રેન ચલાવવાનો નિર્મય કર્યો છે. જેનું ઓનલાઈન બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. આ ટ્રેનોનું આજ સવારના 10 વાગ્યાથી બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. જેમાં મહત્તમ 30 દિવસનું એડવાન્સ બુકિંગ થઈ શકશે અને ઓનલાઈન જ બુકિંગ થઈ શકશે. માત્ર એટલું જ નહીં જેટલી સીટ હશે એટલી જ ટીકિટ ઈસ્યૂ કરવામાં આવશે. હવે 200 ટ્રેનની યાદી સાથે તેનાં નીતિ નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. 200માંથી 10 ટ્રેન ગુજરાતને ફાળવવામાં આવી છે. જેમાંની મોટાભાગની ટ્રેનો અમદાવાદની છે.આ ટ્રેનમાં ચોક્કસ લાભાર્થીઓને કનેક્શન મળશે. ચાર પ્રકારની દિવ્યાંગ શ્રેણી તથા 11 શ્રેણીનાં દર્દીઓને કનેક્શન મળશે. જે તે સ્થળે પહોંચ્યા બાદ પ્રવાસીઓને આરોગ્ય પ્રોટોકોલનું પાલન કરવુ પડશે.

Top