વેપારીઓની વ્યથા સાંભળો રુપાણીજીઃકચ્છ ચેમ્બરે પત્ર લખી રજુઆત કરી 
868245-vijay-rupani-rep-1-2709.jpg
May 20,2020 1285

વેપારીઓની વ્યથા સાંભળો રુપાણીજીઃકચ્છ ચેમ્બરે પત્ર લખી રજુઆત કરી

ભુજ
ગુજરાતમાં લોકડાઉન-4 અંતર્ગત નિયંત્રણો હળવા કરવામાં આવ્યા હોવાનું જણાવાયા બાદ વેપારીઓ માટે તો આ નિયંત્રણો વધી ગયા હોય તેવું પુરવાર થઇ રહ્યુ છે.અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉન 4 દરમ્યાન ગુજરાતમાં અન્ય શહેરોમાં રેડઝોનમાં આવેલા વિસ્તારોમાં છુટછાટમાં વધારો થયો છે પણ કચ્છ જીલ્લો તેમાંથી બાકાત હતો અને અહીં પરિસ્થિતિ ધીરે ધીરે થાળે પડી ગઇ હતી અને લોકડાઉન 3 દરમ્યાન જીલ્લા કલેક્ટર દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડીને વેપારીઓને શોશ્યલ ડીસ્ટન્સ સાથે સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધીની પરવાનગી આપવામાં આવી હતી.પણ લોકડાઉન 4માં ગુજરાત સરકારે જીલ્લા કલેક્ટરોને આપેલી ગાઇડલાઇનમાં કચ્છમાં દુકાનો ખોલવાનો સમય સવારે 7થી 4 વાગ્યા સુધીનો કરવામાં આવેલ છે.જે વેપારીઓ માટે ખુબ જ ઓછો છે.હાલે ઉનાળાનો સમય ચાલી રહ્યો છે ત્યારે માત્ર સવારે જ ઘરાકી હોય છે ત્યારે સાંજ સુધીની સમયની છુટછાટ આપવી જોઇએ તેવી માંગણી આજે કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ રાજેશભાઇ ભટ્ટ અને મંત્રી અશોકભાઇ વોરાએ કરી છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રુપાણીને પત્ર પાઠવીને તેમણે વેપારીઓની વ્યથા સાંભળવા અનુરોધ કર્યો છે ખાસ કરીને લોકડાઉન દરમ્યાન કચ્છના વેપારીઓએ રાજ્યસરકારને પુરતો સહકાર આપ્યો છે ત્યારે હવે વેપારીઓ ને પુનઃ બેઠા કરવા તેમને દુકાનો ખોલવાનો પુરતો સમય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.ખાસ કરીને કચ્છ જીલ્લામાં પુનઃ સાત વાગ્યા સુધીની વેપારીઓે મંજુરી મળે તેવી માંગણી તેમણે કરી હતી.

Top