હવે કચ્છ બહારથી આવતા ગુજરાતના લોકોને કોરંટાઇન થવાની જરુર નહી 
993-2708.jpg
May 20,2020 4031

હવે કચ્છ બહારથી આવતા ગુજરાતના લોકોને કોરંટાઇન થવાની જરુર નહી

ગુજરાત બહારના લોકો માટે કોરંટાઇન
ભુજ
લોકડાઉન 4 અંતર્ગત સરકાર દ્વારા નિયંત્રણો હળવા કરવામાં આવ્યા બાદ આજે કચ્છ જીલ્લામાં કચ્છ બહાર ગુજરાત
રાજ્યમાંથી આવતા લોકોને હવે કોરંટાઇન થવાની જરુરીયાત રહેશે નહીં તેવું ખાસ જાહેરનામું બહાર પાડીને જાહેરાત
કરવામાં આવેલ છે.આજે મોડીસાંજે જાહેર કરવામાં આવેલા જાહેરનામામાં જણાવ્યા મુજબ આંતર જીલ્લામાં આવન
જાવન માટે હવે કોઇ જ પાસ કે મંજુરીની આવશ્યકતા રહેશે નહિં.ગુજરાત રાજ્યના આઉટસાઇડ કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી
આવતા લોકોને કચ્છ જીલ્લામાં ક્વોરંટાઇન થવાનું રહેશે નહિં.પરંતું જીલ્લાની ચેકપોસ્ટ ખાતે જિલ્લામાં આવતા લોકોએ
આરોગ્ય ચકાસણી કરાવવાની રહેશે અને પોતાના હાલના જીલ્લાના અને કચ્છ જીલ્લાના સરનામા, મોબાઇલ નંબર
વિગેરે વિગતો આપવાની રહેશે અને પુરાવા રજુ કરવાના રહેશે.જો કોઇ વ્યક્તી કોવીડ-19ના લક્ષણો ધરાવતી હશે તો
તેમને તાત્કાલિક ધોરણે હોસ્પીટલાઇઝ કરવામાં આવશે અને આગળની મુસાફરી ની પરવાનગી નહીં આપવામાં આવે.
આ ઉપરાંત આંતર રાજ્ય આવનજાવન માટે પણ ખાસ જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવેલ છે જેમાં અન્ય
રાજ્યમાંથી કચ્છ જીલ્લામાં આવતા લોકો પાસે અધિકૃત પાસ/પરમિટ/મંજુરી હોવી જોઇશે.અન્યથા આ જીલ્લામાં પ્રવેશ
આપવામાં આવશે નહિં.અન્ય રાજ્યોમાંથી કચ્છ જીલ્લામાં આવતા લોકો પાસે સક્ષમ આરોગ્ય અધીકારીનુંકોવીડ -19 લક્ષણો રહીત હોવાનું પ્રમાણપત્ર સાથે રાખવાનું રહેશે.જે પ્રમાણપત્ર 72 કલાક પહેલાનું હશે તો માન્ય રહેશે નહિં.
અન્ય રાજ્યમાંથી કચ્છ જીલ્લામાં આવતા તમામ લોકો નિયત કરાયેલા સંસ્થાકિય ક્વોરંટાઇન સેન્ટર ખાતે ફરજીયાત સાત દિવસો અને ત્યારબાદ સાત દિવસો સુધી હોમ ક્વોરંટાઇન થવાનું રહેશે.સંસ્થાકિય ક્વોરન્ટાઇન માટે નિયત દર અને ધારા ધોરણ લાગુ પડશે.
આ ઉપરાંત ફોર વ્હીલરમાં જે તે વાહનમાં ડ્રાઇવર-2 પેસેન્જર અથવા જે તે વાહનની અધિકૃત કેપેસીટીના પચાસ ટકા પેસેન્જર સાથે પરવાનગી માન્ય રહેશે.
વાહનો ડ્રાયવરો ક્લીનરોને આ ક્વોરન્ટાઇનની જોગવાઇ લાગુ નહીં પડે.તેવું જણાવવામાં આવેલ છે.

Top