કચ્છ જીલ્લામાં આજે કોરોનાના પાંચ પોઝીટીવ કેસ 
Coronavirus-7-1-1-2706.jpg
May 20,2020 3814

કચ્છ જીલ્લામાં આજે કોરોનાના પાંચ પોઝીટીવ કેસ

મોટારતાડીયા, ગાંધીધામ, નવી ધાણેટીમાં કોરોનાની હાજરી
ભુજ
કચ્છ જીલ્લામાં આજે કોરોનાના પાંચ પોઝીટીવ કેસ સામે આવેલ છે જેમાં માંડવીમાં મોટારતાડીયા ગામે 71 વર્ષીય પ્રોઢનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે આ ઉપરાંત ગાંધીધામના શુભાષ નગરમાં રહેતા દંપતીનો પણ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે.ગઇકાલે તેમના ચાર માસના પુત્રનો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો.આ ઉપરાંત ગાંધીધામના લીલાશા નગરમાં રહેતા એક 33 વર્ષીય યુવાનનો રીપોર્ટ પણ કોરોના પોઝીટીવ આવેલ છે.જ્યારે ભુજ તાલુકાના નવી ધાણેટી ખાતે રહેતી 25 વર્ષીય મહીલાનો રીપોર્ટ પણ આજે પોઝીટીવ આવેલ છે.આ તમામ કચ્છ બહારથી પ્રવાસ કરીને કચ્છ આવેલ છે.આમ ગઇકાલે 21 જેટલા પોઝીટીવ કેસ સામે આવ્યા બાદ આજે ફરી પાંચ પોઝીટીવ કેસ સામે આવેલ છે.

Top