ગાંધીનગર સેક્ટર 22માં પતી-પત્નીના કોરોના રીપોર્ટ પોઝીટીવઃ શહેરમાં કુલ 75 કેસ 
corona-agencies-2705.jpg
May 20,2020 432

ગાંધીનગર સેક્ટર 22માં પતી-પત્નીના કોરોના રીપોર્ટ પોઝીટીવઃ શહેરમાં કુલ 75 કેસ

ગાંધીનગરમાં કોરોના ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સાંજે 5 વાગ્યા સુધી વહીવટીતંત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે સવારે ગાંધીનગર શહેરમાંથી વધુ 2 કેસો મળી આવ્યા છે. ગાંધીનગરમાં સેકટર-22માંથી પતિ અને પત્ની બંને નો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે આ મહિલા અમદાવાદમાં હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી. આજે આ મહિલાનો ચેપ તેના પતિને પણ લાગતાં આજે ગાંધીનગરમાં વધુ 2 કેસોનો ઉમેરો થયો છે. આ સાથે જ ગાંધીનગર શહેરમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 75 પર પહોંચી છે. ગાંધીનગર શહેરમાં અત્યારે 500 જેટલા લોકો હોમ કોરોન્ટાઈન થયા છે જ્યારે 100 થી વધારે લોકો સરકારી ફેસિલીટીમાં કોરોન્ટાઈન થયા છે. મહાનગર પાલિકા તરફથી મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધી કુલ 575 જેટલા લોકો કોરોન્ટાઈન થયા છે. ગાંધીનગરમાં સેકટર-2માં 8, સેકટર-3માં 9, 3 ન્યુમાં 5, સેકટર-4માં 1, સેકટર-6માં1, સેકટર-7માં2, સેકટર-5માં1, સેકટર-8માં3, સેકટર-12માં 1, સેકટર-13માં 2, સેકટર-17માં 1, સેકટર-21માં 4, સેકટર-22માં 3, સેકટર-23માં 5, સેકટર-24માં 18, સેકટર-27માં3, સેકટર-29માં7, સેકટર-30માં 1 કેસો એમ કુલ 75 કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. ગઈકાલે સેકટર-3એ, 6 અને 21માં કેસો મળતાં એ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ એરીયા જાહેર કરવામાં આવ્યા છે.

Top