સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન WHOના એક્ઝિક્યુટિવ બોર્ડના નવા અધ્યક્ષ બનશે 
dr_harsh_vardhan_who_executive_board_chairman-2704.jpg
May 20,2020 251

સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન WHOના એક્ઝિક્યુટિવ બોર્ડના નવા અધ્યક્ષ બનશે

કોરોનાની આ નાજુક પરિસ્થિતિમાં દુનિયાએ ભારતને મહત્વની જવાબદારી સોંપી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષ વર્ધનની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના એક્ઝિક્યુટિવ બોર્ડના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. હવે હર્ષવર્ધન નિર્ણય કરશે કે શું વિશ્વના દરેક ખૂણામાં લોકોને યોગ્ય સારવાર મળી રહી છે કે નહીં. WHOમાં તેઓ જાપાનના ડો. હિરોકી નકતાનીનું સ્થાન લેશે.

કોરોના વાયરસની મહમારી સામે ભારતે જે રીતે બાથ ભરી છે તે માટે સમગ્ર દુનિયામાં તેની પ્રશંસા થઈ રહી છે. મહામારીના આ સમયમાં ભારત દેશે ફક્ત પોતાના માટે જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશો માટે પણ જરૂરી પગલા ભર્યા છે. ભારતે દુનિયાના અનેક દેશો સુધી જરૂરી મદદ પહોંચાડી છે. જેના પરિણામે ભારતના આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધન હવે સમગ્ર વિશ્વના આરોગ્ય પર નજર રાખશે.

નોંધનીય છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક્ઝિક્યુટિવ બોર્ડમાં 34 સભ્યો હોય છે. ડો. હર્ષવર્ધન 194 દેશોની વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાં બિનહરીફ ચૂંટાયા હતા. 22 મેના રોજ તેઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક્ઝિક્યુટિવ બોર્ડના આગામી અધ્યક્ષ તરીકે કાર્યભાળ સંભાળશે. તેઓ આગામી એક વર્ષ માટે અધ્યક્ષ પદનો કાર્યભાળ સંભાળશે. અગાઉ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના દક્ષિણ-પૂર્વ એશિયા ગ્રૂપે ભારતને ત્રણ વર્ષ માટે બોર્ડના સભ્યોમાં સામેલ કરવાની સંમતિ આપી હતી.

Top