પાડોશીએ જ ભુજની વૃધ્ધાને લુંટવાનું કાવતરુ રચ્યુ તુંઃ ભુજમાં આરોપીઓ ઝડપાયા 
87-2703.jpg
May 20,2020 5696

પાડોશીએ જ ભુજની વૃધ્ધાને લુંટવાનું કાવતરુ રચ્યુ તુંઃ ભુજમાં આરોપીઓ ઝડપાયા

ભુજ
ભુજમાં ગત તા.18ના નવી ઉમેદનગર કોલોનીમાં એપાર્ટમેન્ટમાં રહેતા વૃધ્ધા દમયંતીબેન કરશનભાઇ સોલંકી ઉ.વ.72 વાળાને પોતાના ઘરના બાથરુમમાં હતા ત્યારે કોઇ અજાણી વ્યક્તીએ પાછળથી આવી તેઓના મોઢા પર ટુવાલ ઢાંકી દઇને તેઓને નીચે ભોંયતળીયે ભટકાવી તેમને બેહોશ કરીને તેમના શરીરે પહેરેલ સોનાના દાગીના જેમાં સોનાની ચેઇન નંગ-1, સોનાની બંગડી નંગ-2 તથા કાનની બુટી નંગ-1 કીંમત રુપીયા 1,41,000ના સોના દાગીનાની લુંટ કરી ગયેલ હતા ત્યારે ભુજ એ ડીવિઝનએ આ અંગે ઝીણવટ ભરી તપાસ હાથ ધરતા ભોગ બનનારના મકાનની સામે રહેતા પાડોશી ચીરાગ ભુપતભાઇ મકવાણા તથા તેમની પત્ની કૃપા ચિરાગભાઇ મકવાણા તેમજ ચિરાગનો મિત્ર ધૈર્ય મનિષભાઇ પરમાર શકના દાયરામાં આવી જતા તેઓની યુક્તિ પુર્વકની પુછપરછમાં આ ત્રણેય વ્યક્તીઓએ પૈસાની તંગીને કારણે ગુનાહીત કાવતરુ રચીને આ બનાવને અંજામ આપ્યો હોવાનું જણાવ્યુ હતું.આ કામગીરીમાં નાયબ પોલીસ અધીક્ષક જે.એન.પંચાલના માર્ગદર્શન નીચે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.આર.બારોટ તથા એ.એસ.આઇ રાજેશભાઇ જોષી, કીશોરસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઇ વાળા, નારાણભાઇ ગઢવી, મયુરસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ઝાલા તથા ભુજ સીટી એ ડીવી પો.સ્ટે.તથા ભુજ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર.ગોંડલીયા તથા પો.સ.ઇ.એસ.જી.રાણા તથા એ.એસ.આઇ. નરેન્દ્રભાઇ યાદવ તથા મહીપાલ પુરોહીત વિગેરે જોડાયા હતા.

Top