સુરત : પોઝિટિવ કેસનો આંક 1203, મૃત્યુઆંક 54, રિકવર આંક 783, ST બસ સેવા શરૂ 
Surat-2702.JPG
May 20,2020 76

સુરત : પોઝિટિવ કેસનો આંક 1203, મૃત્યુઆંક 54, રિકવર આંક 783, ST બસ સેવા શરૂ

સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 1203 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 54 થઈ ગયો છે. શહેરમાં ગત રોજ વધુ 23 દર્દીઓ કોરોનાને હરાવી સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી છે. આ સાથે શહેર જિલ્લામાં કુલ 783 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આજથી જિલ્લામાં એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં સવારે 8થી સાંજે 6 સુધીમાં 200 ટ્રીપ અને 8400 કિમી રોજ ચલાવવામાં આવશે. રાજ્યના એસટી બસ ચાલુ કરવામાં આવી છે. જેમાં સુરત જિલ્લામાં સવારે 8થી સાંજે 6 સુધીમાં 200 ટ્રીપ અને 8400 કિમી રોજ ચલાવવામાં આવશે. હાલમાં એસટી સેવા માત્ર નોન કન્ટેઈમેન્ટ વિસ્તાર માટે જ શરૂ થઈ છે એટલે કોઈ પણ કન્ટેઈમેન્ટ વિસ્તારમાંથી બસ પ્રસાર થશે નહીં. બસ સેવાનો લાભ લેવા મુસાફરોએ ઓનલાઈન, ઈ-ટિકિટ અથવા મોબાઈલ દ્વારા બુકિંગ કરાવી શકશે. જ્યારે કોઈ મુસાફરોને તકલીફ ન પડે તે માટે કાઉન્ટર પરથી તેમજ કન્ડક્ટર મારફતે રોકડ નાણાથી પણ ટીકીટ ઈસુ કરાશે. બસ સ્થળ પરથી ઉપડે તેના 30 મિનિટ પહેલા જ મુસાફરો એ બસ સ્ટેન્ડ પર આવવાનું રહેશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. શહેરમાં કોરોના સામેની લડાઈમાં ફ્રન્ટ વોરિયર તરીકે કામ કરતા પોલીસ વિભાગ અને હેલ્થ વિભાગના કર્મીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે ત્યારે મંગળવારે વધુ એક પોલીસ કોન્સ્ટેબલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.સુરત જિલ્લાના માંડવી તાલુકામાં રહેતા પિયુષ નાથુ ચૌધરી (૨૯) (પાલી, તા.ચોર્યાસી )નો કરોના રિપોર્ટ મંગળવારે પોઝિટિવ આવ્યો હતો પિયુષ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.

Top