કોરોનાવાઈરસ પ્રાણીઓ કરતાં માનવ શરીમાં વધુ સરળતાથી પ્રવેશ કરે છે, ઓસ્ટ્રેલિયાના સંશોધકો 
Corona_01-2701.jpg
May 20,2020 44

કોરોનાવાઈરસ પ્રાણીઓ કરતાં માનવ શરીમાં વધુ સરળતાથી પ્રવેશ કરે છે, ઓસ્ટ્રેલિયાના સંશોધકો

સિડની. નવો કોરોનાવાઈરસ પ્રાણીઓ કરતાં માણસોને ઝડપથી જકડી રહ્યો છે, આ દાવો એસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ તેમના રિસર્ચમાં કર્યો છે. ફિ્લન્ડર્સ યુનિવર્સિટીના સંશોધનકારોના જણાવ્યા પ્રમાણે, સંક્રમણને સમજવા માટે રિસર્ચ કરવામાં આવ્યું હતું જેમાં જાણવા મળ્યું કે, કોરોનાવાઈરસના 'સ્પાઈક પ્રોટીન' માણસોમાં જોવા મળતા રિસેપ્ટર ACE-2 સાથે મળીને ઝડપથી કોષોને સંક્રમિત કરે છે. પેંગોલિન અને ચામાચીડિયાની સરખામણીએ કોરોના માનવ કોષોમાં ઝડપથી પ્રવેશ કરવામાં સફળ છે. સંશોધનકર્તા અને વાઈરસ નિષ્ણાત નિકોલાઈ પેત્રોવ્સ્કીના જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઈરસ તે પ્રજાતિને સરળતાથી સંક્રમિત કરે છે જેને તે સૌથી વધુ ઈન્જેક્ટ કરે છે. તો બીજી તરફ નવી પ્રજાતિને તે સરળતાથી સંક્રમિત નથી કરી શકતો. ચોંકાવનારી વાત એ છે કે, તે માનવ કોષોને પહેલાં પણ સંક્રમિત કરી ચૂક્યો છે. વાઈરસ નિષ્ણાત નિકોલાઈના જણાવ્યા પ્રમાણે, કદાચ વાઈરસ પહેલાં પણ માનવ કોષોને સંક્રમિત કરી ચૂક્યો છે, થઈ શકે છે કે આવું લેબમાં પ્રયોગ દરમિયાન બન્યું હોય. આ વાઈરસની સંરચના અને વ્યવહારને જોતા લાગે છે કે, તે મનુષ્યને સંક્રમિત કરવા માટે પરફેક્ટ છે. નિકોલાઈના જણાવ્યા પ્રમાણે, કોરોનાના કેસમાં સૌથી મુખ્ય વાત એ છે કે, અત્યાર સુધી તેના મુખ્ય વાહકની ઓળખ નથી થઈ શકી. જેમ કે, મિડલ ઈસ્ટ રિસ્પિરેટરી સિન્ડ્રોમ ( ઊંટ) દ્વારા ફેલાયો હતો અથવા સાર્સ સિવેટ કેટ દ્વારા. તેમજ ઇબોલા વાયરસનો ચેપ વાંદરાઓ દ્વારા ફેલાયો હતો, પરંતુ હજી સુધી કોરોનાના મુખ્ય વાહકની શોધ થઈ નથી. એટલા માટે ઘણી વસ્તુઓ સ્પષ્ટ નથી થઈ. નિકોલાઈના જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઈરસની ઉત્પત્તિ પર હજી વધુ રિસર્ચ કરવાનું બાકી છે. ચીનના વુહાનમાં પેંગોલિન અને ચામાચીડિયાને વાહક માનવામાં આવી રહ્યા છે પરંતુ તે પણ શક્ય છે કે લેબમાં આ બંનેનું ક્રોસ કન્ટૅમિનેશનથી નવા પ્રકારનો વાઈરસ પેદા થઈ શકે છે. 

Top