ECએ મંત્રાલયને રાજકીય ભેદભાવ રોકવા દૂરદર્શનને આદેશ આપ્યો 
Election_Commission_-_Copy_1-26.jpg
April 15,2019 56

ECએ મંત્રાલયને રાજકીય ભેદભાવ રોકવા દૂરદર્શનને આદેશ આપ્યો

નવી દિલ્હી : ચૂંટણી કવરેજને લઈને આ વખતે સરકારી ચેનલ દૂરદર્શન પર ઘણા પ્રકારના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ચૂંટણી કમિશન હવે તેના પર સખતી દર્શાવી છે. કમિશન તરફથી સૂચના અને પ્રસારણ મંત્રાલયને કહેવામાં આવ્યું છે કે તેઓ દૂરદર્શનને આદેશ આપી રાજકીય દળોના કવરેજમાં ભેદભાવ કરવાની ના પાડે. કોંગ્રેસ સહિત ઘણા વિરોધ પક્ષોએ આરોપ મૂક્યો હતો કે દૂરદર્શને ભાજપના 'મૈં ભી ચોકીદાર' કાર્યક્રમને લાઇવ બતાવ્યો હતો.

ચૂંટણી પંચે દલીલ કરી છે કે તેમની વહીવટી સમિતિએ રિપોર્ટ આપ્યો છે કે છેલ્લા એક મહિનામાં સરકારી પ્રસારક એટલે કે મીડિયા માધ્યમ દૂરદર્શનના સમાચાર અને પ્રાદેશિક ચેનલોએ ભાજપનું કવરેજ 160 કલાક દર્શાવાયું હતું જ્યારે કોંગ્રેસની માત્ર 80 કલાક જેટલું દર્શાવવામાં આવ્યું હતું.

અહેવાલ મુજબ આ પ્રસારણ સમયગાળામાં સમાચાર કાર્યક્રમ અને ભાષણ, રેલી વગેરેનું જીવંત અને રેકોર્ડ કવરેજ સામેલ છે. ચૂંટણી પંચના અધિકારીઓ અનુસાર ચૂંટણી સંહિતા કહે છે કે દરેકને સમાન તક મળવી જોઇએ. પરંતુ દૂરદર્શનના અધિકારીઓની દલીલ છે કે ભાજપ કેન્દ્રમાં સત્તારૂઢની સાથે 16 રાજ્યોની સરકાર પણ છે. આ કારણે વધુ કાર્યક્રમો, રેલી પણ થાય છે.

Top