વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમ જાહેર, પંત આઉટ, કાર્તિક ઇન 
1-25.jpg
April 15,2019 60

વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમ જાહેર, પંત આઉટ, કાર્તિક ઇન

મુંબઈ : ઇંગ્લેન્ડમાં યોજાનારા વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ માટેની ભારતીય ક્રિકેટ ટીમની સોમવારે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં દિનેશ કાર્તિક અને કેદાર જાધવને સામેલ કરાયા છે. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમમાં લોકેશ રાહુલ, વિજય શંકર, રવીન્દ્ર જાડેજાને પણ સામેલ કરાયા છે જ્યારે રિશભ પંતને પડતો મૂકવામાં આવ્યો છે. વિરાટ કોહલી (સુકાની), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, વિજય શંકર, મહેન્દ્રસિંહ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુઝવેન્દ્રસિંહ ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી ટીમ આ મુજબ છે.

Top