અમિત શાહના આજે કલોલમાં રોડ-શો અગાઉ બેઠકોનો ધમધમાટ 
01-24.png
April 14,2019 71

અમિત શાહના આજે કલોલમાં રોડ-શો અગાઉ બેઠકોનો ધમધમાટ

અમદાવાદ

ભાજપના અધ્યક્ષ અમિત શાહે અમદાવાદમાં નારણપુરામાં મેગા રોડ-શો દ્વારા ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યા બાદ તેમણે સરખેજ અને સાબરમતીમાં રોડ શો યોજી પ્રચંડ પ્રચારનો પ્રારંભ કરાવ્યો હતો. હવે ગાંધીનગર લોકસભા બેઠક પર ઐતિહાસિક મતોની લીડથી જીતવા માટે અમીત શાહ વધુ એક વખત અમદાવાદ આવી પહોંચ્યા છે. રવિવારે અમિતભાઇ બપોર સુધી સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા વિધાનસભા મતવિસ્તારોના સોસાયટી, ફ્લેટના ચેરમેન અને સેક્રેટરીઝ સાથે અલગ અલગ સ્થળે બેઠક યોજશે. આ ઉપરાંત સાંજે કલોલમાં રોડ શો યોજી ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં ૧૨ ગામના આગેવાનો સાથે તથા ગાંધીનગર શહેરના મુખ્ય કાર્યકર્તાઓ, સામાજિક આગેવાનો સાથે અલગ અલગ સ્થળે બેઠકો યોજનાર છે

Top