પાકિસ્તાનને મોદીથી સારા વડાપ્રધાન મળી શકે નહીં: કેજરીવાલ 
Kejriwal-23.jpg
April 14,2019 65

પાકિસ્તાનને મોદીથી સારા વડાપ્રધાન મળી શકે નહીં: કેજરીવાલ

 પણજી :  પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને બુધવારે જણાવ્યું હતું કે જો ભારતની લોકસભા ચૂંટણીમાં ભાજપ જીતશે તો બંને દેશોની વચ્ચે શાંતિ મંત્રણાની વધુ શક્યતાઓ છે. ઈમરાન ખાનના આ નિવેદન બાદ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલે વડાપ્રધાન મોદી પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાનને મોદીથી સારા વડાપ્રધાન મળી શકે નહીં. જેમણે આઇએસઆઇના અધિકારીઓને પઠાણકોટ વાયુસેના એરપોર્ટ પર જવા દીધા અને તેઓ પાકિસ્તાનના જ એજન્ડા લાગુ કરી રહ્યા છે. 

દક્ષિણ ગોવામાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે વડાપ્રધાન મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના સંબંધો પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, મને ખબર નથી પડતી કે ખાન અને મોદી વચ્ચે શું ચાલી રહ્યું છે. ચાર અઠવાડિયા પહેલા બન્ને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ હતી પરંતુ હવે ઇમરાન ખાન મોદીને વડાપ્રધાન બનાવવા માંગે છે. તેઓ આવું કેમ કહી રહ્યા છે? હવે લોકોએ પુલવામા હુમલા અંગે સવાલો પૂછવાના શરૂ કરી દીધા છે. 

તેમણે ઉમેર્યું હતું કે, પાકિસ્તાનને મોદીથી સારા વડાપ્રધાન મળી શકે નહી. પઠાણકોટ હુમલા બાદ તેમણે આઇએસઆઇના અધિકારીઓને તપાસ કરવા માટે ભારતમાં બોલાવ્યા હતા. આઇએસઆઇ ગુપ્ત એજન્સી કરતા આતંકવાદી એજન્સી વધારે છે

Top