દેશની મુખ્ય સમસ્યા વસ્તી નહીં, બેરોજગારી છે - ઓવૈસી 
1579408260739-1734.JPG
January 19,2020 9

દેશની મુખ્ય સમસ્યા વસ્તી નહીં, બેરોજગારી છે - ઓવૈસી

હૈદરાબાદ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે વસ્તી નિયંત્રણ કાયદા હેઠળ 'બે બાળકોની નીતિ'નું સમર્થન વ્યક્ત કર્યું છે. જેને લઇને એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ભાગવત પર નિશાન સાધ્તા જણાવ્યું છે કે, તેઓ બેરોજગારી અને બાળકોની આત્મહત્યા પર વાત નહીં કરે. મારા બેથી વધારે બાળકો છે અને અનેક ભાજપના નેતાઓના પણ બેથી વધારે બાળકો છે દેશની મુખ્ય સમસ્યા બેરોજગારી છે, વસ્તી નહીં.
નિઝામાબાદમાં એક રેલીને સંબોધતા ઓવૈસીએ એનસીઆરબીના એક રિપોર્ટને ટાંકીને જણાવ્યું કે, વર્ષ 2018માં દરરોજ 36 યુવાનોએ બેરોજગારીને કારણે આત્મહત્યા કરી લીધી. તેમણે કેન્દ્ર સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તે લોકો બાળકોને નોકરી નથી આપી શકતા તેથી બે બાળકોની નીતિની વાતો કરી રહ્યા છે.ઓવૈસીએ જણાવ્યું હતું કે, મોહન ભાગવતે નિવેદન આપ્યું કે બે બાળકોનો કાયદો બનાવીશું, તમે કેટલા બાળકોને નોકરીઓ આપી છે તે જણાવો. તેમણે સવાલ કર્યો કે, વર્ષ 2018માં દરરોજ 36 બાળકોએ આત્મહત્યા કરી તે અંગે તમે કયારે વાત કરશો? ઓવૈસીએ જણાવ્યું કે, ભારતમાં 60 ટકા વસ્તી 40 વર્ષથી ઓછા લોકોની છે, આ લોકો તેની વાત નહીં કરે.

Top