અમદાવાદ-રાજકોટ હાઈવે લોહિયાળ, બે અકસ્માતમાં 8નાં મોત 
1579412997378-1731.JPG
January 19,2020 11

અમદાવાદ-રાજકોટ હાઈવે લોહિયાળ, બે અકસ્માતમાં 8નાં મોત

અમદાવાદ : અમદાવાદ રાજકોટ હાઈવે રવિવારે વધુ એક વખત લોહિયાળ બન્યો છે. છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગરથી અમદાવાદનો હાઈવે રોડ પહોળો કરવાની કામગીરી ચાલુ છે. જેના ભાગરૂપે અનેક સ્થળે ડાઈવર્ઝન નાંખ્યા હોવાથી માર્ગ અકસ્માતની સંખ્યા વધી છે. રવિવારે પરોઢીયે અમદાવાદ-રાજકોટ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા દક્ષિણ ભારતીય પરિવારના પાંચ લોકોના મોત થયા છે જ્યારે ચારને ઈજા પહોંચી છે. જ્યારે બગોદરાના મીઠાપુર ગામ પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત થતા ત્રણ લોકોન મોત થયા હોવાના અહેવાલ મળ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ-રાજકોટને સિક્સ લેન બનાવવાની કામગીરી છેલ્લા પાંચ-છ મહિનાથી ચાલી રહી છે ત્યારે લિંબડી હાઈવે પર દેવપરા ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્મતા સર્જાયો હતો જેમાં અમદાવાદના દક્ષિણ ભારતીય પરિવારના પાંચના મોત નિપજ્યા હતા. આ પરિવારના લોકો ઈનોવા કારમાં સોમનાથ દાદાના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. મૃતકોમાં નાગેન્દ્ર, સુબ્રમણ્યમ તંબારાવ, રાજેશ્રી સુબ્રમણ્યમ, ગણેશ સુબ્રમણ્યમ, અને અકિલ પ્રસાદનો સમાવેશ થાય છે જ્યારે નાગેન્દ્ર પ્રસાદ, માધુરી શ્રીનિવાસ, કુચલિતા અને ડ્રાઈવર સોહન કેવલાજીને ગંભીર ઈજા પહોંચતા લિંબડી સ્થિત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.બીજા અકસ્મતાની વિગત મુજબ વહેલી સવારે અમદાવાદના બગોદરા પાસે આવેલા મીઠાપુર નજીક ડમ્પર-કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા હતા. અકસ્માત બાદ ડમ્પર ચાલક ભાગી છૂચ્યો હતો.

Top