વાવ પંથકમાં તીડનાં ઝૂંડે ખેડૂતોનો પાક સફાચટ કર્યો 
1579404404532-1730.JPG
January 19,2020 5

વાવ પંથકમાં તીડનાં ઝૂંડે ખેડૂતોનો પાક સફાચટ કર્યો

ઢીમા: વાવ પંથકના ગ્રામિણ વિસ્તારોમાં પડેલા તીડના ઝુંડોએ ખેતીના પાકો સફાચટ કરી દેતાં ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. દરમિયાન વ્યાપક નુકશાન બાદ તંત્ર દ્વારા ગામડાઓમાં દવાનો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જેને લઈ ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાવા પામ્યો છે.ભારત પાકિસ્તાન જીરો પોઈન્ટ બોર્ડર પર બે દિવસ અગાઉ તીડનાં કરોડોની સંખ્યામાં ઝુંડ અહીં આવી પહોંચ્યા હતાં. ત્યારે કેન્દ્ર સરકારની બે ટીમો તૈનાત કરી દેવામાં આવી હતી. જોકે પાકિસ્તાન તરફ તીડ પવનની દિશા બદલાતાં જતાં રહ્યાં હતા. પરંતુ શુક્રવારે બપોરે મોટી સંખ્યામાં વાવ તાલુકામાં તીડનાં આતંકથી રણની કાંધીએ આવેલ વાવ તાલુકાનાં માવસરી, કુંડાળીયા, અસારા, રાધાનેસડા, ચોથાનેસડા, ગામડી, કારેલી, જેેવા રણની કાંધીએ આવેલ ગામડાઓમાં વાવેતર કરાયેલા જીરૂ, એરંડા, ઈસબગુલ, રાયડું, દાડમ, ઘઉં સહિતનો સંંપૂર્ણ પાક નષ્ટ થઈ જવા પામ્યો છે. ત્યારે રહી રહીને જાગેલા તંત્ર દ્વારા શનિવારે દવા છંટકાવ કરવામાં આવ્યો હતો.
જેના પગલે ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાવા પામ્યો છે. શનિવારે વહેલી સવારે તીડને કંટ્રોલ કરવા અધિકારીઓની ટીમ, સહિત વાવ તાલુકા પંચાયતનાં પ્રમુખ કાંનજીભાઈ રાજપુત, પ્રકાશભાઈ વ્યાસ સહિત આગેવાનોએ તીડનાં આતંકનો નાશ કરવાની કામગીરીમાં ખેડૂતોની સાથે રહ્યાં હતાં.

Top