કાશ્મીરમાં ઈન્ટરનેટ બેનને કારણે કોઇ આર્થિક નુકસાન થયું નથી: નીતિ આયોગના સભ્ય 
1579413744868-1728.JPG
January 19,2020 5

કાશ્મીરમાં ઈન્ટરનેટ બેનને કારણે કોઇ આર્થિક નુકસાન થયું નથી: નીતિ આયોગના સભ્ય

નવી દિલ્હી : નીતિ આયોગના એક સભ્યએ જણાવ્યું છે કે, જમ્મુ-કાશ્મીરમાં ઈન્ટરનેટ બેનને કારણે કોઈ આર્થિક નુકસાન થયું નથી. આયાગોના સભ્ય વી કે સારાસ્વતે શનિવારે એક સમારંભમાં જણાવ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં કેન્દ્ર સરકાર દ્વારા ગયા વર્ષે પાંચ ઓગસ્ટે કરાયેલા ઈન્ટરનેટ બેનને કારણે આર્થિક મોર્ચે કોઇ નુકશાન થયું નથી.સારાસ્વતે જણાવ્યું હતું કે, જેટલા પણ રાજકીય નેતા કાશ્મીર જવા માગે છે તે શાના માટે ત્યાં જવા માગે છે ? જેવીરીતે દિલ્હીના રોડ પર આંદોલન થઈ રહ્યા છે તેવી જ રીતે કાશ્મીરના રોડ પર આંદોલન કરવા માગે છે. લોકો સોશયલ મીડિયાનો ઉપયોગ આગની જેમ કરે છે. ઈન્ટરનેટ પર ત્યાંના લોકો શું જુએ છે? ત્યાં અભદ્ર ફિલ્મ જોવા સિવાય લોકો કંઇ કરે છે ખરા?
સારાસ્વતને સવાલ કરાયો હતો કે તેઓ વિચારે છે કે ભારતના વિકાસ માટે ટેલિકોમ જરૂરી છે તો આવામાં જમ્મુ-કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ કેમ મૂકવામાં આવ્યો? જેના જવાબમાં તેમણે જણાવ્યુ હતું કે, કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકવાનું કારણ અલગ છે. ત્યાં કલમ 370ને નાબૂદ કરવામાં આવી અને જો કાશ્મીરને આગળ લઈ જવું છે તો આપણે જાણીએ છીએ કે ત્યાં કેટલાક લોકો છે જે માહિતીના સાધનોનો ખોટો ઉપયોગ કરશે જેનાથી કાયદો-વ્યવસ્થાને લઈને સમસ્યા સર્જાઈ શકે છે.

Top