ગોવા : એમજીપીના નેતાની આત્મહત્યામાં કેબિનેટ મંત્રીના ભાઈ સામે આંગળી ચીંધાઈ 
1579325399641-1723.JPG
January 18,2020 11

ગોવા : એમજીપીના નેતાની આત્મહત્યામાં કેબિનેટ મંત્રીના ભાઈ સામે આંગળી ચીંધાઈ

પણજી : ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી (એમજીપી)ના નેતા પ્રકાશ નાઈકની આત્મહત્યાના કેસમાં કડક તપાસ કરવાના આદેશ આપ્યા છે. નેતાએ આત્મહત્યા બદલ એક મંત્રીના ભાઈ સહિત બેને જવાબદાર ઠેરવતા ગોવામાં રાજકીય ગરમાગરમી ફરી શરૂ થઈ છે. 50 વર્ષીય પ્રકાશ નાઈકે શુક્રવારે તેમના મર્સિસ વિલેજ ખાતેના પોતાના ઘરે બંદૂકમાંથી જાતે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે નાઈકે આત્મહત્યા પૂર્વે કરેલા વોટ્સએપ મેસેજમાં બે વ્યક્તિને આના માટે જવાબદાર ઠેરવી છે. જેમાં એક કેબિનેટ મંત્રીના ભાઈનું નામ છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સાવંતે જણાવ્યું હતું કે, ‘પોલીસ નાઈકની આત્મહત્યાના કેસમાં વધુ તપાસ કરી રહી છે. મે વ્યક્તિગત રીતે વધુ વિગતો માંગી છે. પોલીસ તમામ સંદિગ્ધોની સઘન તપાસ કરશે અને સોમવારના રોજ રિપોર્ટ સોંપશે.’ નાઈક 2017 વિધાનસભા ચૂંટણીમાં એમજીપીની ટિકિટ પર સેટ. ક્રૂઝ બેઠક પરથી લડ્યા હતા અને તેમની હાર થઈ હતી.

Top