આંધ્ર પ્રદેશમાં એક્ટર પવન કલ્યાણની જન સેના પાર્ટીનું ભાજપ સાથે ગઠબંધન 
1579238077121-1717.JPG
January 17,2020 17

આંધ્ર પ્રદેશમાં એક્ટર પવન કલ્યાણની જન સેના પાર્ટીનું ભાજપ સાથે ગઠબંધન

વિજયવાડા : અભિનેતામાંથી રાજકારણી બનેલા પવન કલ્યાણની જન સેના પાર્ટી (જેએસપી)એ ભાજપની સાથે ગઠબંધની જાહેરાત કરી છે. ભાજપના નેતા જીવીએલ નરસિમ્હા રાવ અને પવન કલ્યાણે આની જાહેરાત કરી છે. પવન કલ્યાણે જણાવ્યું છે કે, લોકો રાજ્યમાં તેલુગુ દેશમ પાર્ટી (તેદેપા) અને વાઈએસઆર કોંગ્રેસની સરકારથી કંટાળી ગયા છે. તેઓ ત્રીજા વિકલ્પ તરફ મિટ માંડી રહ્યા છે. ભાજપ-જેએસપી લોકોને વૈકલ્પિક સરકાર આપશે. અમે સાથે મળીને 2024ની ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરીશું. નરસિમ્હા રાવે જણાવ્યું હતું કે, ભાજપ-જેએસપીનું ગઠબંધન રાજ્યના રાજકારણને સાફ કરવા માટે થયું છે. આ એક ઐતિહાસિક પગલું છે. આંધ્ર પ્રદેશમાં ભાજપને અન્ય કોઇ પાર્ટી સાથે કોઇ રાજકીય સંબંધ નથી. અમે પ્રજાના મુદ્દા લઇને ચૂંટણી લડીશું અને વિકલ્પ તરીકે આગળ વધીશું. ભાજપના નેતા લંકા દિનાકરણે જણાવ્યું હતું કે, રાજ્ય અને રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને પવન કલ્યાણના ભાજપ સાથેના ગઠબંધના નિર્ણયનો અમે સ્વાગત કરીએ છીએ. અમે જનગ મોહન રેડ્ડી સરકારના પ્રજાવિરોધી નિર્ણય વિરુદ્ધ લડત આપીશું.

Top