છત્તીસગઢ સીઆરપીએફ કેમ્પમાં બનેલી હિંસક ઘટના 
aditay

download_(6)-1376.jpg
December 09,2019 173

છત્તીસગઢ સીઆરપીએફ કેમ્પમાં બનેલી હિંસક ઘટના

રાંચી (છત્તીસગઢ)ના સીઆરપીએફ કેમ્પમાં છત્તીસગઢ સશસ્ત્ર દળના ઉશ્કેરાયેલા  એક જવાને પોતાના કમાન્ડરને ઠાર કર્યો હતો અને ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરી હતી.આ જવાનો ઝારખંડની વિધાસનભાની ચૂંટણીની ફરજ પર હતા. હજુ તો ગયા સપ્તાહે આ જ ઝારખંડમાં ઇન્ડો તિબેટિયન ફોર્સના એક જવાને આ રીતે ગોળીબાર કરીને પોતાના છ સાથીઓને ઠાર કર્યા હતા અને ત્યારબાદ પોતે પણ આપઘાત કર્યો હતો.મળતી વિગતો મુજબ આર્મ્ડ ફોર્સના આ જવાનને કોઇ મુદ્દે એના ઉપરી કમાન્ડર સાથે બોલાચાલી થઇ ગઇ. વાત એટલી હદે વધી ગઇ કે પેલા જવાને પોતાની ગન કાઢીને કમાન્ડરને ઠાર કર્યા અને પછી પોતાના પર ગોળી ધરબી દીધી. બંનેના મરણ થયાં હતાં.

Top